ચેન્નાઈ : ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું રવિવારે ચેન્નાઈની એક હૉસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું.
પાલના નિધનની પુષ્ટિ કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે ચેન્નાઈની રાજીવ ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ભારતીય તટ રક્ષક દળના ડીજી રાકેશ પાલે ગયા વર્ષે 19 જુલાઈના રોજ ભારતીય તટ રક્ષક (ICG) ના 25મા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જેમણે દળની કાર્યકારી ક્ષમતાઓને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતીય સેનાએ કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલના નિધન પર ઊંડી શોક વ્યક્ત કર્યો છે. આર્મી કેએડીજી પીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,"જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સીઓએએસ અને ભારતીય સેનાના તમામ રેન્ક આજે ચેન્નાઈમાં ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલના અકાળે નિધન પર ઊંડો શોક વ્યક્ત કરે છે. ભારતીય સેના દિવંગત આત્મા માટે પ્રાર્થના કરે છે અને દુઃખની આ ઘડીમાં શોક સંતપ્ત પરિવાર સાથે મજબૂત રીતે ઊભા છે.
Reporter: admin