News Portal...

Breaking News :

ઑસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય આવાસની કટોકટી : મકાનોની અછત અને ભાડામાં વધારો, સામાજિક આવાસ મેળવવા લાબું વેઇટિંગ લિસ્ટ

2024-08-20 10:22:38
ઑસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય આવાસની કટોકટી : મકાનોની અછત અને ભાડામાં વધારો, સામાજિક આવાસ મેળવવા લાબું વેઇટિંગ લિસ્ટ


પર્થ: ઑસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય આવાસની કટોકટી વચ્ચે બેઘરો માટે સેવાની માગણીમાં ઉછાળો જોવા મળ્યો હતો. મદદ માગનાર લોકોની સંખ્યામાં મહિલાઓ અને બાળકોની સંખ્યા સ્પષ્ટપણે વધારે છે. 


સ્વદેશી ઑસ્ટ્રેલિયન લોકોનું પ્રતિનિધિત્વ પણ વધારે છે.ઑસ્ટ્રેલિયામાં હાલનાં વર્ષોમાં ઘરોની રેકૉર્ડ કિંમત, સામાજિક આવાસ યોજનામાં ઓછું રોકાણ, મકાનોની અછત અને ભાડામાં ભારે વધારાને કારણે લોકોને રહેવા માટે ઘર શોધવા માટે મુશ્કેલી વેઠવી પડે છે.પર્થમાં મકાન ભાડું સૌથી વધારે વધ્યું છે. છેલ્લા એક જ વર્ષમાં ભાડામાં 20 ટકાનો વધારો જોવા મળ્યો. અમે થોડાક દિવસો તે શહેરમાં હતા અને દરેક પાસે પોતાની એક કહાણી હતી.હેલી હૉકિન્સે બીબીસીને જણાવ્યું કે, તેઓ અને તેમની દીકરી ટેસિશા લગભગ ચાર વર્ષથી સોફા અને ટૅન્ટમાં રહે છે. 


ટેસિશાનું મોટા ભાગનું જીવન ટૅન્ટમાં જ વીત્યું છે. તેઓ સામાજિક આવાસ મેળવવાપાત્ર છે પરંતુ વેઇટિંગ લિસ્ટ ઘણું લાંબું છે.તેમણે આંસુ રોકવાનો પ્રયત્ન કરતાં જણાવ્યું કે , “એક સમયે મારી પાસે એટલા રૂપિયા હશે કે હું એક સારું ઘર ખરીદી શકીશ. મારું અને મારી દીકરીનું પેટ ભરી શકીશ.”સૅન્ટ પેટ્રિક સમુદાય મદદ કેન્દ્રનાં પ્રમુખ માઇકલ પિયુએ કહ્યું હતું કે ,અમે દરેક વર્ગના લોકો જેવા કે યુવાઓ, વૃદ્ધો, કામકાજ કરતા પરિવાર અને વ્યક્તિઓને પણ મદદ કેન્દ્ર પર જોયા છે.તેમણે કહ્યું હતું કે, એક કારણ જ લોકોને બેઘર બનાવવા માટે પૂરતું છે અને લોકો પાસે વિકલ્પ ખૂબ જ ઓછા છે. તેમને ખબર નથી કે શરૂઆત ક્યાંથી કરવી.”

Reporter: admin

Related Post