News Portal...

Breaking News :

ઉદેપુરમાં ચાકુથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત બધી શાળા અને કૉલેજો બંધ રહેશે ઇન્ટરનેટ ૨૪ કલાક માટે બંધ

2024-08-20 10:18:31
ઉદેપુરમાં ચાકુથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત બધી શાળા અને કૉલેજો બંધ રહેશે ઇન્ટરનેટ ૨૪ કલાક માટે બંધ


ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં 16 ઑગસ્ટે પરસ્પર વિવાદમાં ચાકુથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમિયાન સોમવારે સાંજે મોત નીપજ્યું છે.


ઉદયપુરના વિભાગીય કમિશનર રાજેન્દ્ર ભટ્ટ અને કલેકટર અરવિંદકુમાર પોસવાલે વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે.ગત 16 ઑગસ્ટથી બંધ કરેલી ઇન્ટરનેટ સેવાઓને હજી વધારે 24 કલાક માટે બંધ રાખવામાં આવશે.ઇન્ટરનેટ સેવા 20 ઑગસ્ટના રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે. નવા આદેશ સુધી બધી શાળા અને કૉલેજો પણ બંધ રહેશે.પોલીસ રેન્જના આઈજી અજયપાલ લાંબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “શહેરમાં પોલીસ દળ તહેનાત છે અને લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. જે પણ ઉપદ્રવ કરવાનો પ્રયત્ન કરશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.”આઈજી લાંબાએ વધુમાં કહ્યું હતું કે,“કલમ 144 લાગુ છે. 


અંતિમ યાત્રામાં સામેલ થવા માટે લોકો પર કોઈ પ્રતિબંધ નથી.”શું બાળકના મોત પછી માતાએ આરોપીને ફાંસી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો છે? આ સવાલના જવાબમાં કમિશનર ભટ્ટે કહ્યું, “પરિવારનું આ એકમાત્ર બાળક હતું.”તેમણે ઉમેર્યું કહ્યુંકે , આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે માતા ઇચ્છે છે કે બાળકો પર હુમલો કરનાર લોકોને કડક સજા મળે. વહીવટીતંત્ર પરિવારને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.વિદ્યાર્થીના મૃત્યુ પછી પૂર્વ ઉપમુખ્ય મંત્રી સચીન પાઇલટે સોશિયલ મીડિયા ઍક્સ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે , “ઉદયપુરમાં ઘટેલી ઘટનામાં વિદ્યાર્થીના મૃત્યુના દુખદ સમાચાર મળ્યા.હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરું છું. ભગવાન મૃત આત્માને શાંતિ આપે.આ સાથે જ હું બધાને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરું છુ"

Reporter: admin

Related Post