શહેરના સાંસદ ડો. હેમાંગ જોષીએ સમાજના વિવિધ ક્ષેત્રોની નાની નાની દીકરીઓ બહેનો તેમજ ભજન મંડળીઓની મહિલા બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
શહેરની અગ્રણી સ્વયંસેવી સેવી સંસ્થા યુવા ભારત પહેલ તેમજ શહેરના કારેલીબાગ વિસ્તારના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર દ્વારા યુવા સાંસદ ડો. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં કારેલીબાગના વડીલ વિહાર વાટિકા ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્હાલાભાઈને સુતરની રક્ષા બાંધી મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ ભાઈની સુરક્ષા સલામતી અને આરોગ્યની સુખાકારીની ઈશ્વરીય પ્રાર્થના કરી ભાઈને પ્રગતિના આશીર્વાદ આપ્યા હતા.
શ્રદ્ધા અને ઉમળકાભર્યા રક્ષાબંધનના પ્રતિસાદ સ્વરૂપે યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ પણ બહેનોની સર્વાંગ સંપૂર્ણ સુખાકારીની મનોમન પ્રાર્થના કરી હતી.કાર્યક્રમમાં વિવિધ ભજન મંડળની બહેનો વડીલ વિહારના વડીલો તેમજ શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ વિવિધ સ્વયંસેવી સંસ્થાઓની બહેનો સાથે સાંસદે વાર્તાલાપ કરી શહેરને વધુ સુંદર બનાવવા માટે પરસ્પર સંકલન સાધી કેવી રીતે કામ કરી આગળ વધી શકાય તે બાબતે પણ વિચારોની આપ લે કરી હતી. શહેરના વિકાસમાં પ્રત્યેક નગરજનનો પ્રત્યક્ષ યા પરોક્ષ સહયોગ આવશ્યક છે તેવો મત વ્યક્ત કરી સાંસદે વડીલો તથા સ્વયંસેવી સંસ્થાઓની બહેનોને વધુને વધુ નગરજનોને આ સેવાયજ્ઞમાં જોડવા અનુરોધ કર્યો હતો.
Reporter: admin