પવિત્ર શ્રાવણ માસ તથા પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને અગમચેતીના ભાગરૂપે વડોદર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ મંદિરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ચાલી રહેલ શ્રાવણ માસ અનુસંધાને લોકો શ્રધ્ધાપુર્વક શ્રાવણ માસની ઉજવણી કરતા હોય છે તેમજ શ્રાવણ માસ દરમ્યાન વિવિધ મંદિરોમાં ખુબ જ મોટા પાયા ઉપર પુજા અર્ચનાના કાર્યક્રમો થતા હોય છે જેના કારણે વિવિધ ધાર્મિક સ્થળો તેમજ જાહેર જગ્યાઓ ઉપર અસંખ્ય લોકોની અવર જવર થતી હોય છે તે ઉપરાંત હજારો લોકો ભેગા થતા હોય તે દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે SOCની ટીમ દ્વારા બોમ્બ સ્કોડને સાથે રાખી ટીમ દ્વારા આધુનિક સાધનો સાથે સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં વિવિધ ધાર્મિક સ્થળો તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને વડોદરા શહેરમાં ધાર્મિક સ્થળોની સુરક્ષાને લઈ ગંભીરતા દાખવી અસરકારક કામગીરી કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા, સુરક્ષા અને સલામતીના કાર્યો કરવા માટે કટીબધ્ધ રહેશે તેમ SOGની ટીમે જણાવ્યું હતું
Reporter: admin