શહેરના વાડી વિસ્તારના વાડીયાપોળમાં 18 નંબરના મકાનનો એક ભાગ આજે કકળભુસ થઈ જતા આસપાસ નાસભાગ મચી ગઈ હતી.ફાયર બ્રિગેડ સ્થળ પર આવીને કામગીરી કરી હતી. મકાન માં કોઈ હાજર ન હોવાથી સદનશીબે મોટી જાનહાની ટળી હતી.
વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જોકે ચોમાસા દરમિયાન પાલિકા દ્વારા જર્જરિત બિલ્ડીંગ - મકાન ઉતારવા દેવાની નોટિસ આપવામાં આવે છે. પરંતુ પાલિકા નોટિસ આપ્યા બાદ કોઈપણ કાર્યવાહી કરતી નથી.માત્ર નોટિસ આપીને સંતોષ માને છે.જર્જરીત મકાનને ઉતારી લેવા માટે પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે મકાનના કબજેદારો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યું ન હતું. સમગ્ર હોનારતમાં હાલ કોઈ જાનહાનિ નોંધાઈ નથી.સોમવાર ના બપોરના સમયે ફાયરબ્રિગેડ ને કોલ મળ્યો હતો કે, વાડી વિસ્તારમાં આવેલા વાડીયાપોળમાં એક મકાન ધરાસાઈ થયું છે.
ફાયર બ્રિગેડને માહિતી મળતાની સાથે જ કાફલો ઘટના સળે પહોંચ્યો હતો. જ્યાં સ્થળ પર જઈને તપાસ કરતા જૂનું જર્જરીત મકાન એકાએક ધરાશાઇ થયેલું હતું.પ્રાથમિક માહીતી અનુસાર મકાનમાં રહેતા બે વ્યક્તિઓ હાલ આ મકાનમાં હાજર ન હતા જેને કારણે કોઈ જાનહાની નોંધાઈ નથીપાલિકાના નિર્ભયતા શાખા દ્વારા થોડા સમય પહેલા જ શહેરની મોટાભાગની જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેમાં વાડી વિસ્તારના આ જર્જરીત મકાનનો પણ સમાવેશ થતો હતો. પાલિકાની નોટિસને અવગણીને મકાનના કબજેદારો દ્વારા જર્જરીત મકાન ખાલી કરવામાં આવ્યો ન હતું. જેના કારણે આજે વર્ષો જૂનો મકાનનો ભાગ ધરાસાઈ થતાં નાસભાગ મચી ગઈ હતી. જોકે મોટી દુર્ઘટના ટળી હતી. બપોરના સમયે મકાન ધરાસયી થતા મકાનમાં કોઈ હાજર ન હોવાથી સદના સિવાય કોઈ જાનહાની થઈ ન હતી.
Reporter: admin