News Portal...

Breaking News :

અદાણી ટોટાલ ગેસ લિ.ના નાણા વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિક પરિણામો

2024-07-29 19:51:21
અદાણી ટોટાલ ગેસ લિ.ના નાણા વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિક પરિણામો


અમદાવાદ, 29મી જુલાઈ 2024: ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપની અદાણી ટોટલ ગેસ લિ.(ATGL) એ 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના કામકાજ અને નાણાકીય કામગીરીની આજે જાહેરાત કરી છે.


અદાણી ટોટાલ ગેસ લિ.ના એક્ઝિક્યુટીવ ડાયરેકટર અને મુખ્ય કારોબારી અધિકારી સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે 17% વોલ્યુમ વૃદ્ધિને પગલે કંપનીએ વાર્ષિક ધોરણે EBITDAમાં 21% વૃદ્ધિ હાંસલ કરીને મજબૂત કામકાજ અને નાણાકીય કામગીરીનું પ્રદર્શન કરવા સાથે નાણા વર્ષ-25ની કામગીરીનો સરસ આરંભ કર્યો છે. ત્રિમાસિક દરમિયાન ATGL ને જલંધર ભૌગોલિક વિસ્તાર (GA) માટે અધિકૃતતા પત્રની તબદીલી માટે નિયમનકાર પાસેથી મળેલી મંજૂરી કંપનીને ઉચ્ચ વોલ્યુમ વૃદ્ધિની તક પૂરી પાડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીએ 1000 EV ચાર્જિંગ પોઈન્ટ્સનું નોંધપાત્ર સિમાચિહ્ન વટાવ્યું છે.અને બહુવિધ સ્થળોએ 1212 ઈવી ચાર્જિંગ પોઈન્ટ્સ સુધી પહોંચી ગઇ છે. CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને બહુવિધ ભૌગોલિક ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરી રહ્યા હોવાથી અમે નેચરલ ગેસ પર વધુ ટ્રેક્શન જોવાનું વલણ અપનાવ્યું છે. ઇ-મોબિલિટી, એલએનજી અને બાયોમાસના રૂપમાં નવી ટકાઉ ઉર્જા સાથે અમારા ગ્રાહકોને ટકાઉ ઊર્જા પ્લેટફોર્મ પુરુ પાડવા અને દેશની ઉર્જા સંક્રમણ યાત્રામાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે અમે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. 


બહુવિધ ભૌગોલિક વિસ્તારો (GAs)માં નેટવર્ક વિસ્તરણને કારણે CNG વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 20%નો વધારો થયો છે.જ્યારે ગેસની કિંમતોના ઑપ્ટિમાઇઝેશન સાથે PNGના ઔદ્યોગિક વોલ્યુમમાં રીકવરી થઈ છે અને સ્થાનિક અને વ્યાપારી સેગમેન્ટમાં નવા PNG કનેક્શનના ઉમેરા સાથે PNG વોલ્યુમમાં વાર્ષિક ધોરણે11%નો વધારો થયો છે. પરિણામે ઉંચા વોલ્યુમના કારણે વાર્ષિક ધોરણે EBITDA 21% વધ્યો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન ATGLનું ક્રેડિટ રેટિંગ "ICRA AA" સ્ટેબલમાંથી "ICRA AA" સ્ટેબલમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. 2030 સુધીમાં વોટર ન્યુટરલ બનવાના લક્ષ્ય સાથે હવે વરસાદી પાણીના સંગ્રહ દ્વારા 4 સાઇટ્સને સુવિધા આપવામાં આવી છે.પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વધારાની 34 KW સોલાર ક્ષમતા સ્થાપિત કરવા સાથે બહુવિધ સ્થળોએ કુલ સ્થાપિત ક્ષમતા  934 KW સુધી પહોંચી છે. સીએનજી પર 100% હળવા 520 કોમર્શિયલ વાહનો જાળવવામાં આવ્યા છે. તેમજ 5 સાઇટ્સ માટે ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ સર્ટિફિકેશન માટે અંતિમ પ્રમાણપત્ર માટેનું ઓડિટ પૂર્ણ કરવાની પ્રક્રિયાને આરે છે. 

Reporter: admin

Related Post