News Portal...

Breaking News :

સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદીની મૂળ સ્થિતિ અને બદલાતી જતી સ્થિતિના ફોટા વાળા પ્લે કાર્ડ લઈને શાંતિ થી દેખાવ યોજ્યા

2024-09-06 17:34:08
સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદીની મૂળ સ્થિતિ અને બદલાતી જતી સ્થિતિના ફોટા વાળા પ્લે કાર્ડ લઈને શાંતિ થી દેખાવ યોજ્યા


હાલમાં વડોદરામાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂરમાં લગભગ મોટાભાગનું શહેર ડૂબી ગયું જેનું મુખ્ય કારણ વિશ્વામિત્રી નદીમાં વહેણને અવરોધતી અઘોરા સીટી સેન્ટર વાળા દ્વારા 2015 ડિસેમ્બર થી પાયા ખોદી બાંધકામ શરૂ કરી બાંધવામાં આવેલી તોતિંગ દિવાલ છે.


આ જ્યારે 2015 ડિસેમ્બરમાં બની રહી હતી ત્યારે અમે વિશ્વામિત્રી બચાવ સમિતિના નામે આ નદી ભવિષ્યમાં વડોદરાને પૂરતી ડુબાડશે એવી ભીતિ વ્યક્ત કરી અને મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, સિંચાઈ વિભાગ, ખાણ ખનીજ વિભાગ તેમજ પર્યાવરણ અને જંગલ વિભાગ ને આવેદનપત્રો આપી રજૂઆતો કરેલ હતી. આ બાદ અમે 2016 ના મે મહિનામાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરેલી હતી અને નદી નો પ્રવાહ રોકતી તોતિંગ દીવાલ તોડવા માટે અને નદીને ખુલ્લી કરવા માટે વિશ્વામિત્રી બચાવ સમિતિ ના નેજા હેઠળ લડત આપી રહ્યા છીએ.  


આજ સુધી કોઈ પણ રાજકીય સપોર્ટ મળ્યો નથી.હવે જ્યારે વડોદરામાં આવેલ વિશ્વામિત્રીનું વહેણ અટકતા આવેલ પુર થી વડોદરાને ડુબાડી ગયું અને પ્રજાનો રોષ ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપર પ્રજા એ દરેક વિસ્તાર માથી આપ્યો અને ધક્કે ચઢાવવામાં આવ્યા ત્યારે વડોદરાના હાલના કોર્પોરેટરોને એવું મહેસુસ થતું હોય કે ગયા ટર્મ ના તમામ કોર્પોરેટરો એ ખોટું કર્યું છે અને સુધારો જરૂરી છે તેમ દર્શાવવા આજે જ્યારે સામાન્ય સભા છે ત્યારે અમે વિશ્વામિત્રી નદી ની મૂળ સ્થિતિ અને બદલાતી જતી સ્થિતિ દર્શાવવા ફોટા વાળા પ્લે કાર લઈને શાંતિ થી દરવાજે ઊભા રહી દેખાવ યોજ્યા છે. કોર્પોરેટરોને અમે દર્શાવીએ છીએ કે આપ હજી પણ અઘોરા ની વિશ્વામિત્રી નદીના પટમાં વહેણ અટકાવતી દીવાલ તોડવાનો સમગ્ર સભા ઠરાવ કરે તો નગરજનોનો રોજ જે રોષ શાસકો ઉપર છે તે દૂર કરી શકશો.અમે વિશ્વામિત્રી બચાવો સમિતિ એ નામદાર ગુજરાત હાઇકોર્ટમા સન ૨૦૧૬ ના મે મહિનાથી આ બાબતે પીઆઈએલ કરેલી છે જે હાલ ચાલુ છે અને આગામી 13 સપ્ટેમ્બરના એની સુનાવણી છે.

Reporter: admin

Related Post