News Portal...

Breaking News :

ડભોઇ તાલુકાના બાણજ કેનાલ પાસે તાજા જન્મેલા બાળકનો ત્યાગ કરી માતા ફરાર

2024-07-31 17:04:16
ડભોઇ તાલુકાના બાણજ કેનાલ પાસે તાજા જન્મેલા બાળકનો ત્યાગ કરી માતા ફરાર


ડભોઇ ખાતેથી માતાની મમતા મરી પરવારી હોય તેવો શરમજનક કિસ્સો સામે આવ્યો. બાણજ કેનાલ પાસે આવેલ રોડ પર તાજા જન્મેલા બાળકનો ત્યાગ કરી માતા ફરાર થઇ. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે માતા-પિતાની શોધખોળ હાથ ધરી.


ડભોઇ તાલુકામાં માંએ માનવતા લજવી.ડભોઇ તાલુકાના બાણજ ગામ પાસેથી ત્યજી દેવાયેલું તાજુ જન્મેલું બાળક મળી આવ્યું.બાણજથી ટીમ્બરવા જતાં કેનાલ રોડની બાજુની ઝાડી ઝાંખરામાંથી બાળક નો રડવાનો અવાજ આવી રહ્યો હતો.અવાજ સાંભળી ગ્રામજનોએ બાળકને ઝાડી ઝાંખરામાંથી બહાર કઢાયો અને પોલીસને આ અંગે જાણ કરી. બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.


તો બીજી તરફ જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી બાળકને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે શિનોરના મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું. અને હાલમાં બાળક સારવાર માટે મોટા ફોફળીયા સી.એ.પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. આ સાથે જ હાલ પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ હાથ ધરી છે. બાળકની માતા કોણ છે? કયા સંજોગોમાં બાળકનો ત્યાગ કર્યો? તે દિશામાં પોલીસે તપાસ આરંભી.

Reporter: admin

Related Post