News Portal...

Breaking News :

મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની દાદાગીરી, સફાઈ કર્મચારીને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે

2024-07-31 16:46:10
મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની દાદાગીરી, સફાઈ કર્મચારીને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે


વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપ સોલંકી સફાઈ કર્મચારી રાહુલ સોલંકીને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેને લઈને સફાઈ કર્મચારીઓ ભેગા થઈને સબ સેનેટરી ઇસ્પેક્ટર વિરુદ્ધ જુનિયર ક્લાર્કને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.


આજકાલ લોકો સત્તાનો દુરુપયોગ કરતા હોય છે, સત્તાના મોહ મા ભૂલી જાય છે કે કોનું અપમાન કરવું જોઈએ કોનું નહીં. આવોએક બનાવ વોર્ડ-18 ની કચેરીમા ફરજ બજાવતા સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કુલદીપ સોલંકી ની તાનાશાહી બહાર આવી છે. સત્તાના મોહમા તે સફાઈ કર્મી રાહુલ સોલંકીને ખોટી રીતે કનડગત કરતા હોવાની માહિતી મળી છે. અધિકારી કુલદીપ સોલંકી પર સફાઈકર્મીઓ ને છુટા કરવાની ધમકી આપવાની ફરિયાદ આવી છે. સફાઈકર્મી પૂરતી હાજરી આપે છે અને પોતાનું કામ સમયસર કરે છે છતાં તેમને કુલદીપ સોલંકી નોકરી પરથી છુટા કરવાની ધમકીઓ આપતા રહે છે જેને લઇ સફાઈ કર્મીઓની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. 


અને તેઓ લડવા માટેની તૈયારી બતાવી છે. હવે આ સંઘર્ષ માટે સફાઈકર્મીઓ મેદાનમા ઉતર્યા છે. આ માટે સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ અને હોદ્દેદારોએ જુનિયર ક્લાર્કને આવેદન આપ્યું છે અને કુલદીપ સોલંકી વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી છે. વધુમાં કુલદીપ સોલંકી વિરુદ્ધ રોજિંદારીના ઓર્ડર માટે લાંચ લેવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે. આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ અને એના વિરુદ્ધ સફાઈકર્મીઓએ જંગ છેડી છે અને આ રજુઆતનો જલ્દી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Reporter: admin

Related Post