દેશભરમાં પ્રિય સૌના લાડલા એક્ટર શાહરુખ ખાનની આંખોમાં કોઈ તકલીફ હોવાથી મુંબઈમાં ઈલાજ ન થયો હોવાનું જાણવામાં આવ્યું છે, જેથી તેઓ પોતાના પત્ની ગૌરીખાન સાથે અમેરિકા સારવાર લઇ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
શાહરુખ ખાનની આંખોની સમસ્યાને લઇ બૉલીવુડમાં ચર્ચાઓ ચાલી રહી છે. લોકોની ચર્ચાઓથી જણાઈ રહ્યું છે કે મુંબઈમાં ઈલાજના થયો હોવાના લીધે એક્ટર અમેરિકા જઈને ઈલાજ કરાવી આવ્યા છે. ને હાલ તે સુધારા પર છે. સૂત્રો અનુસાર શાહરુખ પેહલા મુંબઈ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા પરંતુ જોઈતી સારવાર ન મળતા તેઓ બહાર દેશમાં ( અમેરિકા ) સારવાર કરાવી આવ્યા છે.
દેશભરમાં શાહરુખ ખાનના ચાહકો મોટી સઁખ્યામા છે. અને પોતાના ચાહિતા એક્ટર માટેની ચિંતા ફેન્સમાં ચર્ચાઈ રહી છે. હાલ તેમની આંખોમાં કોઈ સમસ્યા નથી તે જાણીને તેમના ફેન્સમાં ખુશી જોવા મળી છે .
Reporter: admin