ભરૂચ: અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારનાં મોત નીપજ્યાં હતાં.જ્યારે અન્ય 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે.પ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCમાં ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી જેના પગલે નજીકમાં કામ કરતાં ચાર કામદારો ઘટનાસ્થળે મૃત્યુ પામી ગયા હતા.
આ મામલે ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન એવા સવાલો ઊઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી. વહીવટીતંત્ર આ મામલે કોઇ મજબૂત કાર્યવાહી કેમ નથી કરતું? કે જેથી કરીને શ્રમિકોના જીવ બચાવી શકાય.
Reporter: admin