News Portal...

Breaking News :

પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક રવિવારે રાત્રે એક મોટો હુમલો : બે ચીની નાગરિકોના મૃત્યુ

2024-10-07 10:07:54
પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક રવિવારે રાત્રે એક મોટો હુમલો : બે ચીની નાગરિકોના મૃત્યુ


કરાચી : પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક રવિવારે રાત્રે એક મોટો હુમલો થયો હતો.અહીં પોર્ટ કાસિમ ઈલેક્ટ્રિક પાવર કંપની (પ્રાઈવેટ) લિમિટેડના ચીનના કર્મચારીઓને લઈ જતા કાફલા પર હુમલો થતાં બે ચીની નાગરિકોના મૃત્યુથી હડકંપ મચી ગયો છે. 


આ સાથે અનેક પાકિસ્તાની નાગરિકો પણ ઘાયલ થયા હતા. ચીનના દૂતાવાસના નિવેદન અનુસાર પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલે હુમલાની સખત નિંદા કરી હતી અને બંને દેશોના નિર્દોષ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો અને તેમના પરિવારો પ્રત્યે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. બીજી બાજુ ચીન તરફથી આ મામલે તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માગ સાથે ગુનેગારોને સખત સજા તથા પાકિસ્તાનમાં ચીની નાગરિકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાની માગ કરવામાં આવી હતા.


પ્રાપ્ત વિગતો અનુસાર આ બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. લગભગ તો આખા શહેરના રહેવાસીઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. વિસ્ફોટ સ્થળની નજીકમાં રસ્તા પર ભીષણ આગના દૃશ્યો દેખાયા હતા. પાકિસ્તાની ભાગલાવાદી આતંકવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

Reporter: admin

Related Post