વડોદરા: શહેરના હાલ વરસાદમાં અકસ્માતોના પણ બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે સોમવારે સવારે આશરે 8:30 થી 9:00 કલાકની આસપાસ લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો.
શ્રીજી કૃપા નામની ખાનગી લક્ઝરી બસ નટુભાઈ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયગાળા દરમિયાન અચાનક તે નટુભાઈ સર્કલ પાસે રાખેલા ટ્રાફિક સિગ્નલ સાથે ભટકાઈ હતી સર્જાયેલા અકસ્માતમાં ટ્રાફિક સિગ્નલનો પોલ તૂટી ગયો હતો. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કયા કારણોસર અકસ્માત થયો તે કારણ પણ જાણી શકાયું નથી.
ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. બીજી તરફ બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જ્યારે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે બસના ચાલકે મૌન સેવ્યું હતું.
Reporter: admin