News Portal...

Breaking News :

સરદાર સરોવર ડેમ ૧૩૫.૬૫ મીટર પહોંચી : ચાંદોદ કરનારીને સાવધ કરાયા

2024-08-12 10:17:07
સરદાર સરોવર ડેમ ૧૩૫.૬૫ મીટર પહોંચી : ચાંદોદ કરનારીને સાવધ કરાયા


વડોદરા : નર્મદા ડેમના ઉપરવાસમાં  ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવક વધતા નર્મદા નદીમાં તબક્કાવાર બે લાખ ક્યુશેક ઉપરાંત પાણી છોડાયું છે. 


ગરુડેશ્વર નો વીયર ડેમ પણ ઓવર ફ્લો થયો છે. જેથી ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી છે જોકે ચાંદોદનો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ હજુ અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી ભયજનક સપાટીથી દૂર છે.સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીના પરિણામે નર્મદા ડેમમાં પાણીની આવક માં વધારો નોંધાયો હતો 


જેથી સિઝનમાં પ્રથમવાર રવિવારે ડેમના નવ જેટલા દરવાજા ખોલી તબક્કાવાર બે લાખ ક્યુશેક ઉપરાંત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે અને ચાલુ સિઝનમાં પ્રથમવાર નર્મદા નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોય વહીવટી તંત્ર દ્વારા ચાંદોદ કરનાળી નંદેરીયા ભીમપુરા જેવા નદી કિનારા ગામોને સાવચેતી દાખવવા અપીલ કરાઈ છે તો પોલીસ તંત્ર દ્વારા પણ નદી કિનારે તકેદારીના ભાગરૂપે પોલીસ જવાનો તૈનાત કરાયા છે. મોડી રાતે જળસપાટી વધે તેવી શક્યતા છે.

Reporter: admin

Related Post