News Portal...

Breaking News :

મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત એક ફ્લેટમાં છાપો મારીને મોટી માત્રામાં MD ડ્રગ્સ પકડ્યું

2024-08-07 19:54:11
મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત એક ફ્લેટમાં છાપો મારીને મોટી માત્રામાં MD ડ્રગ્સ  પકડ્યું



અમદાવાદ :ગુજરાત ATSએ મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત એક ફ્લેટમાં છાપો મારીને મોટી માત્રાનું MD ડ્રગ્સ ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATSને મળેલી પૂર્વ બાતમીના આધારે બે વ્યક્તિ પર વોચ ગોઠવાઈ હતી, બંને વ્યક્તિઓની શકાસ્પદ હિલચાલ અને ફ્લેટમાં મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલતી હતી તે વેળા જ ATS ત્રાટક્તા નાસભાગ મચી ગઈ હતી.



MD ડ્રગ્સનો આ જથ્થો સેમી લિક્વિડ 11 કિલો અને તૈયાર કરાયેલા મેફેડ્રોનના બેરલ્સમાં 782 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિમત 800 કરોડ થવા જાય છે. યાદ રહે કે , 15-20 દિવસ પહેલા જ સુરતના કારેલીમાંથી ડ્રગ્સ બનાવટી ફેકટરી ઝડપાઇ હતી. મહારાષ્ટ્રના આ ફ્લેટમાં જે ડ્રગ્સ બની રહ્યું હતું તેનું સુરત સાથે સીધું કનેકશન જોવામાં આવી રહ્યું છે.



સુરતના પલસાણા વિસ્તારમાં આવેલા કારેલી ગામમાથી અંદાજે 15-20 દિવસ પહેલા ગુજરાત ATS એ મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.

Reporter: admin

Related Post