વડોદરા : શ્રાવણ મહિનાના બીજા શનિવારે વડોદરાના નવા બજારમાં રોકડનાથ હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
નવાબજાર ખાતે જૂના ચાર દરવાજા વિસ્તારમાં સ્વયંભૂ રોકડનાથ દાદાનું મંદિર આવેલું છે. શ્રાવણ મહિનાના બીજા શનિવાર નિમિત્તે રોકડનાથ દાદાને નૂતન સિંહાસન, મુકૂટ, તિલક, કુંડળ તથા નવીન પાદુકા અર્પણ કરી ખાસ શ્રુંગાર કરવામાં આવ્યો હતો અને મહિનાના શનિવાર અને મંગળવારે હનુમાનજી દાદાને વિવિધ શણગાર, રામ ધુન ભજન કરવામાં આવે છે
સાથે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજી દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હોય છે. ત્યારે આજે શ્રાવણ મહિનાના બીજા શનિવારે મંદિરને લાઇટિંગથી અને ફૂલોથી સુશોભિત કરી દેવામાં આવ્યું હતું સાથે હનુમાનજી દાદાના આરતીમા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા વધુમાં મંદીરના પૂજારી એ જણાવ્યું હતું.
Reporter: admin