વોશિંગ્ટન: ગત શનિવારે અમેરિકાના પેન્સિલવેનિયામાં ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો, સદભાગ્યે તેમનો જીવ બચી ગયો, ત્યાર બાદથી તેમની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે.
એવામાં ગઈ કાલે મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનના સ્થળ નજીક ચાકુ લઇને ફરી રહેલા શખ્સને ઠાર કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે, તેની પાસે એકે-47 રાઇફલ મળી આવી હતી.ઓહિયો પોલીસે મંગળવારે રિપબ્લિકન નેશનલ કન્વેન્શન (RNC) ના સ્થળ પાસે ચાકુ લઇને ફરી રહેલા શખ્સને ગોળી મારીને ઠાર કર્યો હતો. સોમવારે એક અલગ ઘટનામાં,સ્કી માસ્ક પહેરેલા અને AK-47 રાઈફલ સાથે એક શખ્સની કેપિટોલ પોલીસ અધિકારીઓ અને હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ દ્વારા RNCની સાઇટ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.
સંમેલન માટે વિસ્કોન્સિનમાં આવેલી ઓહિયો પોલીસ ટીમને RNCથી માત્ર બ્લોક દૂર ગોળી મારીને ઠાર કરાયેલા શખ્સ પાસેથી બે છરીઓ મળી આવી હતી.કોલંબસ,ઓહાયો,પોલીસ વિભાગના પાંચ સભ્યોએ તેને ઘેરી લીધો હતો અને સરેન્ડર કરવા કહ્યું પણ શખ્સે એક અન્ય વ્યક્તિ પર હુમલો કર્યો, ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો.અન્ય એક શખ્સની AK-47 રાઈફલ સાથે ધરપકડ કરવામાં આવી છે, તેની માન્ય બંદૂક પરમિટ ન હતી.અધિકારીઓને તેના પોશાક પર શંકા ગઈ, તેની પાસે સ્કી માસ્ક અને બેગ હતો.બેગમાં એક AK-47 પિસ્તોલ અને લોડેડ મેગેઝિન હતું. તેની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.
Reporter: admin