ઓમાન: ઓમાનના દરિયાકાંઠે ડૂબી ગયેલા કોમોરોસ-ધ્વજવાળા ઓઇલ ટેન્કરના 16 સભ્યોના ક્રૂ હજુ પણ ગુમ છે. જેમાં 13 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
જ્યારે બાકીના ત્રણ શ્રીલંકાના રહેવાસી હતા. દરિયાઈ સુરક્ષા કેન્દ્ર (MSC) એ ડૂબવાના અહેવાલના એક દિવસ પછી મંગળવારે આ માહિતી આપી હતી. MSCએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, કોમોરોસ-ધ્વજવાળું ઓઇલ ટેન્કર રાસ મદારકાથી 25 નોટિકલ માઇલ દક્ષિણપૂર્વમાં બંદર શહેર ડુક્મ નજીક પલટી ગયું હતું.દુકમ બંદર ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત છે, જે મોટા તેલ અને ગેસ માઇનિંગ પ્રોજેક્ટ્સની નજીક છે.
આમાં એક મોટી ઓઇલ રિફાઇનરીનો સમાવેશ થાય છે જે ડુકમના વિશાળ ઔદ્યોગિક વિસ્તારનો ભાગ છે. તે ઓમાનનો સૌથી મોટો એકલ આર્થિક પ્રોજેક્ટ છે.આ જહાજની ઓળખ પ્રેસ્ટિજ ફાલ્કન તરીકે કરવામાં આવી છે. શિપિંગ વેબસાઈટ marinetraffic.com અનુસાર, ઓઈલ ટેન્કર યમનના બંદર શહેર એડન તરફ જઈ રહ્યું હતું. શિપિંગ ડેટા અનુસાર, આ જહાજ 117 મીટર લાંબુ ઓઇલ પ્રોડક્ટ ટેન્કર છે. જે 2007માં બનાવવામાં આવ્યું હતું.
Reporter: admin