શહેરના સિનિયર સીટીઝન ફોરમે માનવ સાંકળ રચીને નોંધાવ્યો વિરોધ..
એમ એસ યુનિવર્સીટી માં સ્થાનિક વિદ્યાર્થીઑ ના પ્રવેશ ના પ્રશ્ને ગુજરાત સરકાર નાજીકાસ પૉર્ટલ સહ યુનિવર્સીટી ના વાઇસ ચાન્સેલર ની કાર્યપધ્ધતિ થી સેંકડૉ વાલીઓ તથા વિદ્યાર્થીઑ હેરાન પરેશાન થતા આ સમસ્યાઑ ના ઉકેલ માટે માજી વિદ્યાર્થીઑ વાલીઓ એડવોકેટ ડૉક્ટર વિગેરે એ બિન રાજકીય વડૉદરા સિટીઝન ફૉરમ ની સ્થાપના કરી છે .
આ ફૉરમે મા. ચાન્સેલર વાઇસ ચાન્સેલર રજીસ્ટ્રાર ને મળી વિદ્યાર્થીઑ ને એડમિશન મળે તે માટે લંબાણપુર્વક ચર્ચા કરી . પણ આ સમસ્યા નુ સંપુર્ણ નિરાકરણ આવે તે પહેલા હોસ્ટેલ ની મેસ ની ફી માં બેફામ વધારૉ કરતા વિદ્યાર્થીઑ આ અન્યાય સામે રજુઆત કરવા ગયા ત્યારે તેમની વિરુદ્ધ રાયેટિંગ ની ફરિયાદ કરી 200 વિદ્યાર્થીઑ ની કારકીર્દી સાથે ચેડા કરી વાઇસ ચાન્સેલરે સરમુખત્યારશાહી નુ પ્રદર્શન કર્યુ છે તેમના આ ક્રુત્ય નૉ વિરૉધ કરવા વડૉદરા સિટીઝન ફૉરમ દ્વારા સયાજીગંજ સરદાર ની પ્રતિમા પાસે. :એફ આઈ આર પાછી ખેંચો" વિદ્યાર્થીઑ ને ન્યાય આપો" " કૉમન એક્ટ હટાવૉ " વિગેરે પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સહ માનવ સાંકળ રચી હતી જેમા અનેક પ્રબુદ્ધ નાગરિકૉ માજી વિદ્યાર્થીઑ એડવોકેટ ડૉક્ટર વાલીઓ સામાજીક કાર્યકર જોડાઇ એમ એસ યુનિવર્સીટી ની ગરિમા જાળવવા સક્રીય રહેવા સંકલ્પ કર્યૉ હતૉ. અમારુ આ આંદોલન વિદ્યાર્થીઑ ને ન્યાય નહી મળે ત્યા સુધી ચાલુ રહેશે તેથી મહારાજા સયાજીરાવ નૉ આ વારસો જાળવવા સૌ વડૉદરાવાસીઑને આગામી કાર્યક્રમોમાં જૉડાવવા માટે અપીલ કરી છે.
...
Reporter: News Plus