અવારનવાર ઢોર પાર્ટીના કર્મીઓ પર થતા રહે છે હિંસક હુમલાઓ..
પાલિકા દ્વારા ઢોર પાર્ટીના કર્મચારીઓ માટે કરેલી સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલ..
શહેરમાં રસ્તે રખડતા પશુઓને કારણે અનેક અકસ્માતોના બનાવ બને છે . આ અકસ્માતમાં અનેક લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચે છે તો કેટલાક કિસ્સામાં ભોગ બનનારનો જીવ પણ જતો રહે છે. ખસ કરીને શહેરના મોટા ભાગના વિસ્તરોમાં રખડતા ઢોરને પકડવા પાલિકા દ્વારા આયોજન પૂર્વકની કામગીરી કરવામાં આવે છે પરંતુ પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ઘણીવાર પશુપાલકો સાથે ઘર્ષણના બનાવો બન્યા છે.હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે પાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા હુમલો કરવાની બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે
વડોદરાને રખડતા ઢોર મુક્ત બનાવવા માટે કામે લાગેલી પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારીઓ પર આજે પશુપાલકે ડાંગ વડે હુમલો કર્યો હોવાની ઘટનામાં પાલિકાના કામમાં જોતરાયેલા બે કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હુમલાનો ભોગ બનેલી ટીમના કર્મચારીઓ હરણી પોલીસ મથક પહોંચ્યા હતા અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.પાલિકાની પશુ પકડવાની કામગીરીમાં અવારનવાર પશુ પાલકો સાથે ઘર્ષણના બનાવ બનતા હોય છે.શહેરના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં રખડતા ઢોર પકડ્યા બાદ પશુપાલકો ઢોર પાર્ટીના કર્મચારીઓ પર ડાંગ અને પથ્થર વડે હુમલો કર્યાની ઘટના ઘટી હતી જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે જયારે એકનું માથુ ફુટ્યું છે.બંનેને સારવાર અર્થે ખસેડ્યા બાદ કર્મચારીઓ હરણી પોલીસ મથકે પહોંચ્યા હતા. અને હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.પાલિકાની ઢોર પાર્ટીના કર્મી ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકી જણાવે છે કે, અમે ગાય પકડવા માટે રૂટ ફરી ફરીને ગોલ્ડન ચોકડી આવ્યા.અમારી હદમાં અમને ગાય દેખાઇ હતી. ચાર પૈકી અમે એક વાછરડી અને એક ગાય પકડી હતી. અને ચેકપોસ્ટ પાસે ગાય પકડીને ઉભા રહ્યા હતા. ત્યાર બાદ અમે થોડા આગળ ગયા હતા. તેમાં ચાર-પાંચ ભરવાડ ત્યાં આવ્યા હતા. તૈ પૈકી એક ચોટલીવાળો ભરવાડ હતો. તેણે ડાંગ લઇને આવ્યો હતો. બીજાએ ખીસ્સામાંથી ચપ્પુ કાઢીને બાંધેલી ગાયની રસ્સી કાપવા લાગ્યો હતો. તેમાં અમે તેને અટકાવ્યો હતો. જેથી તેણે પાછળ જઇને ડાંગ મારવાનું શરૂ કરી દીધું હતું. તેણે અમારા સાહેબને ડાંગ મારી હતી. અને બીજા એક શખ્સે મને ડાંગ મારી અને ડ્રાઇવરને છુટ્ટો પથ્થર મારી દીધો હતો. અમે હરણી પોલીસ મથક આવ્યો છે. અમારે ન્યાય જોઇએ છે.
Reporter: News Plus