વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે મકાન ધારાશાહી થવા સ્લેબ તૂટી પડવા સહિતના અનેક બનાવો સામે આવી રહ્યા છે, તેવામાં મંગળવારે સાંજે ગેંડા સર્કલ પાસે આવેલા એક વૈભવી મોલના ત્રીજા માળેથી છતનો મોટો પોપડો તૂટી પડતા હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં મકાનો ધરાશાયી થવા, સ્લેબ તૂટી પડવા, વૃક્ષ પડવા સહિતના કિસ્સા બની રહ્યા છે. ત્યારે હવે વૈભવી મોલોમાં પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર હોય તેઓ કિસ્સો મંગળવારે સાંજે બન્યો હતો.વડોદરા શહેરના ગેડા સર્કલ પાસે આવેલા સેન્ટર સ્ક્વેર મોલમાં ત્રીજા માળે છતનો મોટો પોપડો ખરીને નીચે પડતા હાજર સૌ કોઈમાં ફફડાટ ફેલાયો હતો.વડોદરા નગરી ઉત્સવ પ્રિય નગરી છે અને લોકો તમામ બાબતોમાં રસિક છે.શહેરમાં આવેલા વિવિધ મોલમાં માં દરરોજ લોકો શોપિંગ ,ગેમ પાર્લર તથા મિજબાની માણવા જતા હોય છે.ત્યારે આવા લોકોએ સાવચેતી રાખવાની જરૂર પડી છે
વૈભવી ગણાતા એવા ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટર સ્ક્વેરમાં ત્રીજા માળે બાર્બીક્યું ગ્રીલ પાસેનો છતનો ભાગ તૂટી પડ્યો હતો.સદ્નસીબે આ ઘટના વખતે નીચે હાજર કોઈ નહીં હોવાથી મોટી ઘટના બની હતી.હાલ તો ફાયર સેફ્ટી સહિતના મામલે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરી જ્યાં નીતિ નિયમોનો ભંગ જણાય આવે ત્યાં સીલ મારવા સુધીની કાર્યવાહી કરી હતી.ત્યારે આવા વૈભવી મોલમાં આ ઘટનાને લઈ તંત્રની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે.
Reporter: admin