News Portal...

Breaking News :

CSના વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર ગુજરાત લેવલની પરિષદ યોજાઇ

2024-07-31 10:09:58
CSના વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર ગુજરાત લેવલની પરિષદ યોજાઇ


WIRC ઓફ ICSI ના વડોદરા ચેપ્ટર દ્વારા પ્રથમવાર ગુજરાત લેવલના સેમિનારનું વડોદરા શહેરમાં આયોજન કરાયું હતું. જેમાં વડોદરા , સુરત ચપ્ટરે સંયુક્ત રીતે અને અમદાવાદ, રાજકોટથી એન્ડ ગાંધીનગર ચેપટરના સપોર્ટ થી અંદાજિત ૧૨૫ થી વધારે CS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. જ્ઞાનોત્સવ ૨૦૨૪ શિર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને મનોરંજન સાથે જ્ઞાન પિરસાવામાં આવ્યું હતું.


જે વિશે માહિતી આપતા વડોદરા ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI ના ચેરમેન CS મિતુલ સુથાર અને સુરત ચેપ્ટર ઓફ WIRC ઓફ ICSI ના ચેરમેન CS મનીષ પટેલે જણાવ્યું હતું કે, WIRC ઓફ ICSI આયોજિત જ્ઞાનોત્સવ  ૨૦૨૪, કે જેમાં હોસ્ટેડ ચેપ્ટર વડોદરા અને સુરત હતું.આ પ્રકારના વિદ્યાર્થી પરિષદનું ગુજરાતમાં પ્રથમ વખત આયોજન કરાયું હતું. જેમાં દેવેન્દ્ર દેશપાંડે, પૂર્વ પ્રેસિડેન્ટ, ICSI, રાજેશ તારપરા, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર, ICSI, મેહુલ રાજપૂત, ચેરમેન, WIRC ઓફ ICSI, સાગર કુલકર્ણી, ચેરમેન, TEFC - WIRC ઓફ ICSI અને ભાવેશ રાવલ, ખજાનચી, WIRC ઓફ ICSIએ વિદ્યાર્થીઓને તેમની ભાવિ કારકિર્દીમાં નવી દિશાઓ અને પ્રેરણા આપવાનો પ્રયત્ન કર્યો હતો. 



આ સાથે વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા અને સિંગિગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  દેવેશ પાઠક અને નીરજ ત્રિવેદીએ જ્યૂરી તરીકેની ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે, અને ICSI દ્વારા CS મિત્ર અભિયાનની શરૂઆત કરાઇ છે તેના વિશે પણ ચર્ચા કરતા જાણવામાં આવ્યુ કે તેના માધ્યમથી આગામી વરસો માં એક લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ CS ના કોર્ષ સાથે જોડાય તેવો પ્રયાસ કરવામાં આવશે.

Reporter: admin

Related Post