બરોડા ડેરીની ૬૬મી વાર્ષિક સાધારણ સભા દાદા ભગવાન મંદિર હોલમાં મળી હતી. આ સાધારણ સભામાં એક સભ્ય દ્વારા દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યો અને કર્મચારીઓને પણ મરણોત્તર સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆતને આવકારી સંઘ દ્વારા મંડળીઓના સભ્યો અને કર્મચારીઓને પણ મરણોત્તર સહાય ચૂકવવાનુ આયોજન કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧૧ મિનિટ ચાલેલી સાધારણ સભામાં દિનેશપટેલ (મામાં ) પ્રમુખે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે દૂધના વેચાણમાં વધારો થયો છે. બરોડા ડેરીની મળેલી સાધારણ સભામાં વાઘોડિયા તાલુકાના વ્યારા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય નારણભાઈ પટેલે સંઘને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બરોડા ડેરી દ્વારા આજે ગત વર્ષ દરમિયાન અવસાન પામેલા દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓના પરિવારજનોને રૂપિયા ૨ લાખની મરણોત્તર સહાય આપવામાં આવી છે. તે આવકારદાયક છે. પરંતુ બરોડા ડેરી દ્વારા અન્ય જિલ્લાઓની જેમ ભંડોળ એકઠું કરીને દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યો તેમજ કર્મચારીઓને પણ મરણોત્તર સહાય ચૂકવવામાં આવે તેવી મારી લાગણી અને માગણી છે.
આ ૧૧ મિનિટની સભામાં પ્રમુખ દિનેશ પટેલે (દિનુ મામા) વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા અને સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદોની મંજૂરી મેળવીને મંજૂર કર્યા હતા. આ ઉપરાંત બરોડા ડેરી સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીઓના સભાસદોને એક સાથે રૂપિયા ૮૫ કરોડ ભાવ ફેર આપવાની જાહેરાત કરી હતી. અને તા. ૨-૮ના રોજ મંડળીઓના ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જેને સાધારણ સભાએ વધાવી લીધી હત તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩-૨૪ કરતા વર્ષ ૨૦૨૪-૨૫ માં દૂધના વેચાણમાં પ્રતિદિન ૧૦,૦૦૦ લિટરનો વધારો થયો છે. એટલે કે ગત વર્ષે ૪,૪૮,૯૦૨ લીટર દૂધનું વેચાણ થયું હતું. તેની સામે આ વર્ષે ૪,૫૮,૫૦૬ લીટર દૂધનું વેચાણ થયું છે. પરિણામે વર્ષ ૨૦૨૪-૨૫ માં ગત વર્ષ કરતા રૂપિયા ૭૨.૪૫ કરોડથી વધુનું વેચાણ વધુ થયું છે. આ ઉપરાંત છાસ, ચીઝ, માખણ સહિતની વિવિધ ચિજવસ્તુઓના વેચાણમાં પણ વધારો થયો છે. સંઘનું ટર્નઓવર ગત વર્ષે રૂપિયા ૧૪૦૬ કરોડ હતું જે ચાલુ વર્ષે રૂપિયા ૧૪૫૬ કરોડ થયું સંઘનું ટર્નઓવર ગત વર્ષે રૂપિયા ૧૪૦૬ કરોડ હતું જે ચાલુ વર્ષે રૂપિયા ૧૪૫૬ કરોડ થયું છે. વર્ષ ૨૦૨૩ ૦૨૪ માં કુલ દૂધની ખરીદી રૂપિયા ૨૧.૩૫ કરોડ કિલો છે. દૂધનો સરેરાશ ભાવ કિલો ફેટે રૂપિયા ૮૨૩નો ચૂકવેલા છે. સંઘે ચાલુ વર્ષે દૂધના પ્રતિ લીટર રૂપિયા ૫૮.૫૨ ભેસના, રૂપિયા ૩૬.૮૧ ગાયના અને રૂપિયા ૪૮.૧૪ મિક્સ દૂધના ચૂક્યા છે. ગત વર્ષ કરતા ભેંસમાં રૂપિયા ૪.૪૪ અને ગાયમાં રૂપિયા ૨.૦૪ તથા મિક્સ દૂધમાં ૩.૫૫ વધુ ચૂકવેલ છે.બરોડા ડેરી દ્વારા સંચાલિત વ્યારા ગામની દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતને આવકારદાયક બરોડા ડેરી દ્વારા સંચાલિત વ્યારા ગામની દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતને આભાર વિધિ કરવા માટે ઉભા થયેલા ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકીએ જણાવ્યુંકે, સભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆત આવકારદાયક છે. આજે સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યો ભંડોળ એકઠું કરવા માટે સહમતિ આપવા તૈયાર હોય તો બરોડા ડેરી આ દિશામાં આગળ વધવા તૈયાર છે. ઉપપ્રમુખની સભ્યો પાસે માગવામાં આવેલી મંજૂરીને સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા તમામ સભાસદોએ હાથ ઊંચો કરીને મંજૂરી આપી હતી. સહકારી ક્ષેત્રની સંસ્થાઓમાં પરિવર્તન થવા જઈ રહ્યુ છે. બરોડા ડેરીનો ૬૭મો વાર્ષિક સાધારણ સભા દાદા ભગવાન મંદિર, કેલનપુર, ડભોઈ-વડોદરા રોડ ખાતે રાખેલ હતી. સંઘના ઉપપ્રમુખ ગણપતસિંહ ભારતસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહ સાહેબનો અધ્યક્ષતામાં તેમજ ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકમૉ, ગુજરાતના તમામ દૂધ સંઘના પ્રમુખ અને મેનેજીંગ ડીરેક્ટર તેમજ ગુજરાતની તમામ જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોના પ્રમુખ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગોધરા મુકામે મળેલ મોટીંગમાં થયેલ ચચાઁ અને ત્યારબાદ થયેલ પરિપત્રો મુજબ સહકારી ક્ષેત્રની સંસ્થાઓમાં પરિવર્તન થવા જઈ રહ્યુ છે.
૧. “સહકાર થી સમૃધ્ધિ” અંતર્ગત “સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર" માટે પેટા કાયદામાં સુધારાઓ અંગે સરકારશ્રીએ સૂચનો કરેલ છે.
२. જે ગામમાં દૂધ સહકારી મંડળો અસ્તિત્વ ધરાવતો ના હોય અથવા દૂધ મંડળી બંધ થયેલ હોય, તેવા ગામમાં પ્રાથમિક સેવા સહકારી મંડળો (PACS) ધ્વારા દૂધ સંપાદન કરાવો દૂધ સંઘમાં પહોચતુ કરવું.
૩. જીલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંધોના પેટા કાયદામાં સેવા પ્રાથમિક સહકારી મંડળો(PACS) મારફતે દૂધ સ્વીકારવા સુધારો કરવો.
૪. દૂધ સંઘમાં દૂધ સંપાદન કરતો પ્રાથમિક સેવા સહકારી મંડળો (PACS) ને દૂધ સંઘમાં સભાસદ બનાવવો.
૫. તમામ દૂધ મંડળીઓ માટે સમાન મોડેલ પેટા કાયદા બનાવવા અને અપનાવવા.
૬. તમામ સૂચિત દૂધ મંડળીઓની નોંધણો કરાવવો.
૭. દરેક મંડળી/સંઘના મતાધિકાર અંગે સમાન નિયમો અને વ્યવસ્થા ગોઠવવો.
Reporter: