પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે GPCB કચેરીના બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ અને કચેરીના મોટાભાગના ભાગોને ઘેરી લીધા. બારી માંથી ધુમાડાના ગોળા આકાશમાં ઊંચે ઊડતા દેખાયા, જેનાથી આસપાસના વિસ્તારમાં ભારે દહેશત ફેલાય હતી.
આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું. અનેક પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના કારણે કચેરીના જરૂરી ફાઈલો, ફર્નિચર અને કમ્પ્યુટર સહિત મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
સદનસીબે, આ ઘટના દરમિયાન કોઈ કર્મચારી કચેરીમાં હાજર ન હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આ બિલ્ડિંગમાં એક ટ્યુશન ક્લાસ પણ ચાલે છે, જે સવારે બંધ હતુ, નહીંતો તેના ગંભીર પરિણામો આવી શક્યા હોત. આગ ઘટનાની તપાસ હાલ ચાલુ છે અને નુકસાનનું વર્તમાન મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
Reporter: News Plus