સરકારી કચેરીઓ અને રોજેરોજ હજારો લોકોની આવન જાવનથી ધમધમતું કુબેર ભવનના બેઝમેન્ટમાં દારૂની બોટલોનો ખજાનો જોવા મળી રહ્યો છે.ફાયર કમ્પાર્ટમેન્ટ બાર જેવો જોવા મળ્યું
ફાયર સેફટીની વાત તો દૂર રહી પરંતુ અહીં અસામાજિક તત્વોનો અડિંગો જામતો હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં ફાયર કમ્પાર્ટમેન્ટ છે ત્યાં અઢળક દારૂની બોટલો જોવા મળી રહી છે.રાજકોટની ઘટના બાદ વિવિધ ઇમારતો તેમજ કચેરીઓ ખાતે હાલ ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે.અને વિવિધ સંસ્થાઓમાં ફાયર સેફટીની શું વ્યવસ્થા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે શહેરની મધ્યમાં આવેલા સરકારી કચેરીઓનું હબ એવા કુબેર ભવન ખાતે મીડિયા દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. અને રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં જાણવા મળ્યું કે કુબેર ભવનના બેઝમેન્ટમાં મોટા પાયે દારૂની મહેફિલો જામી રહી છે.
અહીં ફાયર કમ્પાર્ટમેન્ટની જગ્યાએ બોટલો જ બોટલો જોવા મળી રહી છે. માત્ર દારૂની બોટલો જ નહિ પરંતુ ચાખનાના પડીકા પણ અહીં જોવા મળી રહ્યા છે.અત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે સરકારી કચેરીના બેઝમેન્ટમાં દારૂની મહેફિલ માણવા કોણ આવી રહ્યું છે. શું અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી કે પછી તંત્રની રહેમ નજર હેઠળ જ આ મહેફિલો જામે છે? નશો કરવા માટે કુબેર ભવનનું બેઝમેન્ટ માનીતું સ્થળો બની ગયું છે કે શું? ફાયર સેફટીના સાધનો જ યોગ્ય રીતે ચાલી નથી રહ્યા તો કોઈ મોટી હોનારત બનશે તો શું થશે? થોડા સમય અગાઉ આ કમ્પાઉન્ડમાં આગ લાગી જ ચુકી છે અને અનેક દસ્તાવેજો બાળીને ખાક થઇ ગયા હતા. કુબેર ભવન એ સતત ધમધમતું ભવન છે ત્યારે અહીં મહેફિલો જમાવટ અસામાજિક તત્વોને ઝેર કરવાની તાતી જરૂરિયાત છે.
Reporter: News Plus