વડોદરા શહેર મા ઘણી ડોર ટુ ડોર કચરા ની ગાડીઓ ના ચાલક પોતાની મનમાની કરતા હોવાની વાત સામે આવતી હોય છે. આવીજ ઘટના બાપોદ મા બનવા પામી હતી. જેમાં ચાલક ની મનમાની કરતા રહીશોએ ધોઈ નાખ્યો હતો
બાપોદના ગણેશ નગરમાં ડોર ટુ ડોરની ગાડી નિયમિત આવતી ન હોવાની અને ઘર પાસે ઊભી રહેતી ન હોવાની બૂમો ઊઠી હતી. રવિવારે ડોર ટુ ડોરની ગાડી પર મહિલાઓ સહિતના રહીશોએ પથ્થરમારો કરી ચાલકને માર માર્યો હતો અને ટેમ્પાનો કાચ તોડી નાખ્યો હતો. આ અંગે બાપોદ પોલીસમાં ફરિયાદની કાર્યવાહી શરૂ કરાઈ છે.ટેમ્પો ચાલક ભેરુ ઘરવાલના જણાવ્યા પ્રમાણે બે માસથી ગણેશ નગરના રહીશો હેરાનગતિ કરતા હતા. જે અંગે કંપનીના સુપરવાઇઝરને જાણ કરી હતી. આજે સવારે 9 વાગે હું ગણેશ નગરમાં ટેમ્પો ગયો ત્યારે 10 થી 15નું ટોળું ધસી આવ્યું હતું. મને બહાર ખેંચી મારી પર ટોળું તૂટી પડ્યું હતું. જેમ તેમ કરી હું ટેમ્પામાં બેઠો હતો ત્યારે ટોળાએ પથ્થરમારો કરતાં કાચ તૂટી ગયો હતો તેમજ મને અને મારા બાળકને ઇજા પહોંચી હતી.
બનાવની જાણ સુપરવાઈઝર નરેન્દ્ર મારવાડીને કરતાં બાપોદ પોલીસમાં જવા જણાવ્યું હતું. તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદની કાર્યવાહી કરી હતી. જ્યારે અમને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.ગાડીના ચાલક અને બાળકને ઇજા, પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજગણેશ નગરમાં હવે કચરો લેવા માટે ગાડી નહિ જાય.ડોર ટુ ડોર કંપનીના સુપરવાઇઝર નરેન્દ્ર મારવાડીએ જણાવ્યું છે કે, વોર્ડ નંબર 5માં આવેલા ગણેશનગરમાં કચરો લેવા જતી ગાડીના ચાલકને રહીશો દ્વારા હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદો હતી.
Reporter: News Plus