તહેરાન :ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીનું હેલિકોપ્ટર દુર્ધટનામાં મોત નીપજ્યું છે. આ સાથે અન્ય તમામ સવાર વ્યક્તિઓના પણ બચવાની આશા નહીવત છે. હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે
હવે સવાલ એ થાય છે કે જો રાષ્ટ્રપતિ નથી રહ્યા તો તેમનું સ્થાન કોણ સંભાળશે. આ સમયે ઈરાનના વાઈસ પ્રેસિડન્ટનું નામ મોખરે છે. તમને જણાવી દઈએ કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, દેશના વિદેશ મંત્રી અને અન્ય અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ઈરાનના ઉત્તર-પશ્ચિમ પર્વતીય વિસ્તારોમાં ક્રેશ થયું હતું. તેઓ 12 કલાકથી વધુ સમયથી ગુમ છે. હવે એવી પુષ્ટિ થઈ છે કે ઈરાનના રાષ્ટ્રપતિનું મૃત્યુ થઈ ગયું છે.અગાઉ અહેવાલ હતા કે,ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેંડિંગ કરાવવું પડ્યું અને રાહત બચાવ માટે ટીમો રવાના થઈ ગઈ છે. હજુ પૂરો ઘટનાક્રમ સામે નથી આવી શક્યો પણ ઈરાની રાજ્ય ટીવીએ કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને ‘હાર્ડ લેંડિંગ’ કરાવવું પડ્યું છે.
અહેવાલમાં કહેવાયું છે કે, રાઇસી પૂર્વી અઝહરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. અને આ ઘટના રાજધાની તહેરાન થી 600 કિલોમીટર દૂર જોલ્ફા પાસે ઘટી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ કહ્યું કે, હવામાન ખરાબ હોવાના કારણે ઈરાની રેડ ક્રિસન્ટ સોસાયટીની રાહત બચાવ ટિમ માટે તે વિસ્તારમાં પહોચવું મુશ્કેલ બન્યું છે. જ્યાં ધટના ઘટી છે. બચાવ ઓપરેશનમાં સહાયતા માટે ડ્રોન પણ મોકલવામાં આવ્યા છે. રઇસી 19 મીએ સવારે અઝહરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલિવેવ સાથે એક ડેમનું ઉદ્ઘાટન કરવા અઝહરબૈજાન ગયા હતા.અરાસ નદી પર બનેલો આ ત્રીજો ડેમ છે જે બંને દેશોએ મળીને બનાવ્યો છે.
Reporter: News Plus