લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મોરચાની કામગીરી અપેક્ષા પ્રમાણે જોવા નહીં મળે જેને પરિણામે મહત્વના આર્થિક સુધારા આગળ ધપી નહીં શકે એવું રોકાણકારો માની રહ્યા છે.
આ અનિશ્ર્ચિતતાને કારણે ભારતની ઊંચા વેલ્યુએશનની ઈક્વિટસમાંથી વિદેશી રોકાણકારો હાલમાં નીકળી રહ્યા છે અને ચીનમાં જ્યાં હાલમાં સસ્તા મૂલ્યાંકને માલ ઉપલબ્ધ બની રહ્યો છે તે તરફ નજર દોડાવી રહ્યા છે.ભારત તથા ચીનની બજારોમાં વેલ્યુએશનનું અંતર એટલું મોટું છે જેને રોકાણકારો અવગણી શકે એમ નહીં હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ચીનમાં ટેકનોલોજી ક્ષેત્રની કંપનીના સ્ટોકસમાં રોકાણકારોનો ઈન્ફલોસ શરૂ થયાનું જોવા મળી રહ્યું છે
ઊભરતી બજારોમાં ચીન તથા ભારત એમ બે સૌથી મોટી બજારો હોવાથી ચીન તથા ભારત વચ્ચે વિદેશી રોકાણકારો રમ્યા કરે છે. ભારતમાં વેચવાલી કરી ચીનમાં ખરીદી કરે છે અને ચીનમાં માલ વેચી ભારતમાં ખરીદીનો વ્યૂહ ધરાવતા હોય છે એમ અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું. ભારતીય ઈક્વિટીમાં એફઆઈઆઈનું નેટ શોર્ટ સેલિંગ હાલમાં ૨૦૧૨ પછીની ઊંચી સપાટીએ છે.
Reporter: News Plus