ઘરની લાઈટો બંધ થતાં બહાર નીકળેલી વૃદ્ધ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવી
વડોદરા : શહેરના દક્ષિણે આવેલા
સુસેન તરસાલીના મુખ્ય માર્ગ પર આવેલી એક સોસાયટીમાં વહેલી પરોઢે લૂંટારો ટોળકે એક વૃદ્ધ મહિલા ઉપર હુમલો કરીને પહેરેલા દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
ગુપ્ત ઘટનાની જાણ થતા વડોદરા પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને તપાસ માટે ધમધમાટ શરૂ કરી દીધો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર પણ બનાવવાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી ગયા હતા.
સુસેન તરસાલી રોડ ઉપર આવેલી ભાઈલાલ પાર્ક સોસાયટીમાં રહેતા શીખ પરિવારને ત્યાં લૂંટ વિથ મર્ડર ની ઘટના બનતા સોસાયટીમાં સન્નાટો છવાઈ ગયો છે તેમજ ભયની લાગણી પ્રસરી ગઈ છે.
વડોદરા શહેરના દક્ષિણે આવેલા સુસેન તરસાલી મુખ્ય માર્ગ પર ભાઈલાલ પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ શીખ દંપતી ને ત્યાં લૂંટારોની ટોળકી ત્રાટકી હતી.
લૂંટારો એ સૌપ્રથમ ઘરને નિશાન બનાવીને ની લાઈટ બંધ કરી દીધી હતી વહેલી સવારે આશરે ચાર કલાકે આવેલા લુંટારુઓ એ ઉનાળો હોવાથી લાઈટ કેમ બંધ થઈ ગઈ છે તે જોવા માટે 70 વર્ષની એક વૃદ્ધા સુરજિત કૌર ઘરની બહાર નીકળી હતી. આ તકનો લાભ લઈને લુટારુઓએ મહિલાઓ પર ઘાતકી અત્યારથી હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ ઋતુ મહિલાએ પહેરેલા સોનાના દાગીનાઓમાં બુટ્ટી અને ચેન તોડીને ફરાર થઈ ગયા હતા
વડોદરામાં લુંટ વીથ હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે ત્યારે હત્યારાને શોધવા માટે વડોદરા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે હત્યાના સ્થળે તપાસ કરવા માટે ફિંગર પ્રિન્ટ અને ડોગ ની ટુકડી પણ કામે લાગી ગઈ છે વડોદરા શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. વહેલી પરોઢે બનેલી લૂંટ વીથ મર્ડરની તલસ્પર્શી તપાસ કરવા માટે પાડોશીઓના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તેમજ સોસાયટી ની અંદર આવેલા સીસીટીવી કેમેરા લગાવેલા કેમેરાઓની તપાસ શરૂ કરવા માં આવી છે.
લૂંટના ઇરાદે 70 વર્ષના વૃદ્ધા સુરજીત કૌરની નિર્મમ હત્યા કરી લુટારુ ઓળખી કઈ દિશામાં ભાગે છૂટ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
લૂંટારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યા કરી હતી.
લૂંટારાએ બહારથી ઘરની લાઈટો પહેલા બંધ કરી, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં જ ગળું કાપી હત્યા કરી નાખી
ચેન અને કાનની બુટી લુંટી લુંટારુ ફરાર થઇ ગયા છે.
ઘટનાસ્થળે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોચ્યા છે.
વડોદરાના પોલીસ કમિશનરે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ વિભાગના ગુના શોધક વિભાગ, ફોરેન્સિક વિભાગ તેમજ ડોગ સ્કોડ ને કામે લગાડવામાં આવી છે. ઘટનામાં સંડોવાયેલી ટોળકીની મોડેશ ઓપરેન્ડીની પદ્ધતિનો અભ્યાસ કર્યા બાદ ટોળકીને શોધવાની કામગીરી ઝડપથી હાથ ધરાશે.
હત્યારાઓને શોધવા પોલીસે ટિમો બનાવી
વડોદરા શહેરના તરસાલી રોડ વિસ્તારમાં આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરી અજાણ્યા લૂંટારૂઓ ચેન અને કાનની બુટી લુંટી ફરાર થઇ ગયા છે. સવારે 4 વાગ્યે આ ઘરની લાઈટ બંધ થયા બાદ ઘટનાને અંજામ આપ્યો છે. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના ઘટી છે. હાલ પોલીસે સ્થળ નિરીક્ષણ કરી આરોપીના એન્ટ્રી પોઇન્ટ સહિતના પાસાની તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક સાયન્સ ટિમ, સ્થાનિક પોલીસ ,ક્રાઇમ બ્રાન્ચ કામે લાગી છે. આરોપીઓની એમ ઓ સહિતની વિગતો મેળવી હત્યારાઓને શોધવા ટિમો બનાવી છે.
Reporter: News Plus