News Portal...

Breaking News :

૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના ૭૫માં પ્રાગટય 'અમૃત મહોત્સવ' વર્ષ અંતર્ગતપક્ષીઓ માટે પાણીના બાઉલ નું વિતરણ કરવામાં આવ્યું

2024-05-19 12:00:20
 ૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના ૭૫માં પ્રાગટય 'અમૃત મહોત્સવ' વર્ષ અંતર્ગતપક્ષીઓ માટે પાણીના બાઉલ નું વિતરણ કરવામાં આવ્યું


ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપીત શ્રી લક્ષ્મીનારાયણદેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા ૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના ૭૫માં પ્રાગટય 'અમૃત મહોત્સવ' વર્ષ અંતર્ગત આજે શ્રી વિઠ્ઠલનાથજી મંદિર, માંડવી ખાતે પક્ષીઓ માટે પાણીના બાઉલ નું વિતરણ કરવામાં આવ્યું...



ઉનાળાની કાળઝાળ વરસી રહેલી ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જાય તો ક્યાં જાય અને કોને કહે?કારણ કે, જળાશયો નદીઓ હવે કોંક્રિટોના જંગલોમાં તબદીલ થઇ ગ ઇ છે મોટા મોટા એપાર્ટમેન્ટ, કોમ્પલેક્ષમા બહારના પ્રાણીઓ આવી શકે નહીં તેવામાં રોડરસ્તાઓ પર આકરી ગરમીમાં મૂંગા પશુઓ પાણી માટે આમતેમ રઝળવા મજબૂર છે તે જ રીતે વૃક્ષોનું પ્રમાણ ઘટી જતાં અબોલ પક્ષીઓ પણ પાણી ,રહેઠાણ માટે પરેશાન જોવા મળતાં હોય છે ત્યારે આવા મૂંગા પશુ પક્ષીઓની ચિંતા કરતા જોબ સર્ચ ગૃપ દ્વારા આજરોજ શહેરના શ્રી વિઠ્ઠલનાથજી મંદિર, માંડવી પાસે 1000 જેટલાં કુંડાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જોબ સર્ચ ગૃપ દ્વારા લોકભાગીદારી ના સહયોગથી આ કુંડાઓનુ વિતરણ કરવામાં આવે છે ગતવર્ષે પણ આ રીતે ઉનાળામાં કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું.

Reporter: News Plus

Related Post