News Portal...

Breaking News :

વિશ્વભરમાં જૈનોએ શાશન સ્થાપના દિવસ ની ઉજવણી કરી

2024-05-19 13:14:28
વિશ્વભરમાં જૈનોએ શાશન સ્થાપના દિવસ ની ઉજવણી કરી


વડોદરામાં પણ ચારે ફીરકા ના જૈનો દ્વારા પ્રભાતફેરી કરી શાશન ધ્વજ ફરકાવી શાશન રક્ષા કરવા ના શપથ લીધા:: ગુરુ ભગવંતો એ શાશન સ્થાપના દિવસ નું મહત્વ સમજાવ્યું:::


આજે વૈશાખ સુદ અગિયારસ ના દિવસે ૨૫૮૦ મોં શાશન સ્થાપના દિવસ વડોદરા માં ભારે ધુમધામથી ઉજવાયો હતો. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે વડોદરા ના તમામ જૈન સંઘો માં સાધુ સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં ચતુર્વિધ સંધ, પાઠશાળા ના બાળકો દ્વારા એક,દો,તીન ચાર,જિન શાસન નો જયજયકાર ના ગગનભેદી નારાઓ થી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.



વલ્લભસુરી સમુદાય ના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે જણાવ્યું કે જિન શાસન ની સ્થાપના દરેક તીર્થંકર ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કરતાં હોય છે. પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાને જિન શાસન સ્થાપના કરી હતી પછી લાખો કરોડો અબજો વર્ષો થી દરેક તીર્થંકર શાશન સ્થાપના કરતા હોય છે.એટલે કોઈ તીર્થંકર જૈન ધર્મ ની પહેલી વાર શાશન સ્થાપના કરતાં નથી દરેક તીર્થંકર પોતાના સમય માં શાશન સ્થાપના કરતાં હોય છે. વર્તમાન માં જૈનો ના ૨૪ માં તીર્થંકર મહાવીર સ્વામી એ આજથી બરાબર ૨૫૮૦ વર્ષ પુર્વે ઈન્દ્રભુતી , અગ્નિભુતિ, વાયુભુતી સહિત ૧૧ ગણઘરો ને પ્રથમ દિક્ષા આપી શાશન સ્થાપના કરી હતી. આજે વડોદરામાં તમામ જૈન સંઘો ના બાળકો પણ સફેદ લેંઘો ઝભ્ભો લાલ દુપટ્ટો ધારણ કરી ઝંડો ફરકાવ્યો હતો. ઉપાશ્રયોમાં જ્યાં સાધુ સાધ્વીજી ભગવંતો બિરાજમાન છે ત્યાં વ્યાખ્યાન ફરમાવી જૈન શાસન માં આપડી બધાની શું જવાબદારી છે તે સમજાવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.

Reporter: News Plus

Related Post