વિશ્વભરમાં કોરોનાના કેસ નહિવત નોંધાઈ રહ્યા છે, ત્યારે સિંગાપુરમાં કોરોનાની નવી લહેરથી આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. એટલું જ નહીં તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવાની પણ સૂચના આપી દેવાઈ છે.એક અહેવાલ મુજબ અધિકારીઓએ પાંચથી 11 મેચ સુધીમાં 25,900 કેસ નોંધ્યા છે. અહીં દૈનિક 181 કેસો સામે આવતા હતા, પરંતુ હવે તે વધીને 250 પર પહોંચી ગયા છે.
આરોગ્યમંત્રી ઓંગ યે કુંગે 18 મેના રોજ તમામ લોકોને માસ્ક પહેરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે, જો કોરોનાના કેસોની સંખ્યા બમણી થશે તો સિંગાપુરની આરોગ્ય સિસ્ટમમાં 500 દર્દીઓ નોંધાશે, જેને સિંગાપુર સંભાળી નહીં શકે. જો બીજી વખતમાં તેનાથી પણ વધુ કેસો નોંધાશે તો તેમાં દૈનિક 1000 કેસો સામે આવી શકે છે, જેના કારણે હોસ્પિટલની સિસ્ટમ ખોરવાઈ શકે છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં આરોગ્ય સેવા સિસ્ટમે સતર્ક રહેવાની સાથે તૈયાર રહેવું પડશે.
આરોગ્ય મંત્રીને ટાંકીને એક રિપોર્ટમાં જણાવાયું છે કે, ‘અમે એક નવી લહેરની શરૂઆત જોઈ રહ્યા છીએ, જે સતત વધી રહી છે. તેથી હું કહેવા માંગુ છું કે, આગામી બે-ચાર સપ્તાહમાં લહેર પીકઅપ પર પહોંચી શકે છે, તેથી એવું કહી શકાય કે, જૂન મહિનાના મધ્ય અને અંત વચ્ચે એક નવી લહેર ઉદભવી શકે છે.
Reporter: News Plus