News Portal...

Breaking News :

સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ નહી કરી દોઢ લાખ રૂપિયાની ઠગાઇ કરનાર ઝડપાયો

2024-12-03 18:21:04
સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ નહી કરી દોઢ લાખ રૂપિયાની ઠગાઇ કરનાર ઝડપાયો



વડોદરા : અમેરીકાની કોલેજમાં એડમિશન અપાવવાનુ જણાવી સ્ટુડન્ટ વિઝાના પ્રોસેસની ફિ પેટે દોઢ લાખ રૂપિયાથી વધુ રકમ મેળવી સ્ટુડન્ટ વિઝા મેળવવાની પ્રોસેસ નહી કરી ઠગાઇ કરવાના ગુનાનો દોઢ મહીનાથી નાસતા ફરતા આરોપીને  વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચએ શોધી કાઢ્યો છે.

ટીમે વાઘોડીયા રોડ સુખધામ ચાર રસ્તા ખાતેથી ઇસમ નામે ભાવીન હશેષકુમાર પરીખ ઉ.વ.૩૮ રહે. મેઘાનગર સોસાયટી, નાલંદા પાણીની ટાંકી પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેરને શોધી કાઢવામાં આવેલ. સદર ઇસમની મળેલ માહીતી આધારે કરવામાં આવેલ પુછપરછ દરમ્યાન તેમજ સદર ઇસમ અંગેની ખાત્રી તપાસ દરમ્યાન આ ઇસમ વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત-ઠગાઇના ગુનામાં સંડોવાયેલ હોવાનુ અને આ ઇસમ છાણી પોલીસ સ્ટેશનના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આ પકડાયેલ આરોપીને આગળની તપાસ માટે છાણી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.આ પકડાયેલ આરોપી ભાવીન પરીખ સામે છાણી પો.સ્ટેશનમાં તા. ૧૪ નવેમ્બર ૨૦૨૪ ના રોજ નોંધાયેલ ગુનો નોંધાયો છે.

આરોપી ભાવીન હરેશકુમાર પરીખનાઓએ ફરીયાદીને અમેરીકા દેશની કોલેજમાં એડમિશન અપાવવાનુ જણાવી સ્ટુડન્ટ વિઝાના પ્રોસેસ માટેની ફિ પેટે તા.૨૬નવેમ્બર ૨૦૨૨ ના રોજ ફરીયાદી પાસેથી રૂ. ૧,૫૦,૦૧૭ની રકમ મેળવી લઈ બે મહીનાની અંદર સ્ટુડન્ટ વિઝા મળી જશે તેમ આરોપીએ જણાવી આરોપીએ કોઈ જાતની સ્ટુડન્ટ વિઝા મેળવવાની પ્રોસેસ નહી કરી ફરીયાદીના રૂપીયા પડાવી લઇ ફરીયાદી સાથે તેમજ અન્ય સાથે પણ છેતરપિંડી- વિશ્વાસઘાત કરી ગુનો કરેલ આરોપી સામે છાણી પો.સ્ટે.માં આ ઠગાઇ અંગેનો ગુનો નોંધાતા આરોપી પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય આ નાસતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ શોધી કાઢેલ છે.

Reporter: admin

Related Post