વડોદરા શહેરમાં “સ્વચ્છ ભારત મિશન”થકી સ્વચ્છતાની ઝુંબેશ શરૂ ક૨વામાં આવી છે.રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા અને જન-આંદોલન થકી ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે અગ્રેસર બનાવવા “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા” ની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા ખાતે આ ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે.
“નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા” અભિયાન હેઠળ તા 11 જૂનના રોજ SHG જૂથોના સહયોગથી શહેરના આ૨.ડબ્લ્યુ.એ અને હાઉસીંગ કોલોનીઓમાં વેસ્ટ સૉર્ટિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી તથા કચરાના વર્ગીકરણ ની સમજણ આપવામાં આવી હતી.આ ઝુંબેશમાં સભાસદો ,અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ 25 જેટલા SHG જૂથો તથા સામાજિક સંસ્થાઓ સહભાગી થઇ હતી,સફાઈ ઝુંબેશ દરમિયાન 77 મે.ટન જેટલો કચરાને એકત્રિત કરીને તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો.આ જાહે૨ સ્થળોને સ્વચ્છ રાખવા અંગે જનજાગૃતિ પણ કેળવવામાં આવી હતી. 10 જૂનના રોજ જાહેર માર્ગ પ૨ ગંદકી ક૨વા બદલ રૂ.રૂ.1.82 લાખના દંડની વસુલાત પણ કરવામાં આવી હતી.
Reporter: News Plus