મનીલા : ફિલિપાઈન્સમાં એ મનીલા એરપોર્ટ પર મહિલા પેસેન્જર નગ્ન જોવા મળી હતી. તેને ફ્લાઈટમાં ન બેસવા દેવામાં આવતાં તેણે હોબાળો મચાવ્યો હતો.
વિયેટનામી આ મહિલાને વધારે ફી ચુકવવાનું કહેવાયું હતું કારણ કે તેના વીઝા પૂરા થઈ ગયાં હતા. આના વિરોધમાં તે એરપોર્ટ પર ન્યૂડ થઈને ફરવા લાગી હતી. તેણે નગ્ન અવસ્થામાં એરપોર્ટ સિક્યોરિટી ઓળંગીને અંદર પ્રવેશ કર્યો હતો. આસમયે ગાર્ડ દ્વારા તેને અટકાવાઈ હતી અને કપડાં આપવામાં આવ્યાં હતા. મહિલા મુસાફરની ઓળખ 34 વર્ષીય વિયેતનામી ટૂરિસ્ટ ગુયેન થુઇટ્રાંગ તરીકે થઈ છે.
Nguyen વેકેશન માટે ફિલિપાઈન્સ આવી હતી. તા.8મી જૂને પોલીસે વિઝાની મુદત પૂરી થવા બદલ ફીની માંગણી કરી હતી. આના પર ગુસ્સો બતાવીને મહિલા રાજધાની મનીલાના નિનોય એક્વિનો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈ અને જ્યારે તે નીકળી ત્યારે બધાને ચોંકાવી દીધા હતા.જ્યારે મહિલા ટોયલેટમાંથી બહાર આવી ત્યારે તેના શરીર પર કપડાનો એક પણ ટુકડો નહોતો. તે સિક્યોરિટી અને બોડી સ્કેનર પસાર કરીને એરપોર્ટની અંદર ગઈ. એરપોર્ટના સીસીટીવી ફૂટેજમાં મહિલા ગુયેન ઈમિગ્રેશન કાઉન્ટર તરફ જતી દેખાઈ હતી.
Reporter: News Plus