News Portal...

Breaking News :

ગોધરામાં NEETની પરીક્ષામાં થયેલી છેતરપિંડી કરનાર ટોળકીનો ઘટસ્ફોટ

2024-06-13 19:41:33
ગોધરામાં  NEETની પરીક્ષામાં થયેલી છેતરપિંડી કરનાર ટોળકીનો ઘટસ્ફોટ


કોચિંગ સેન્ટર ચલાવનારનેભાજપના લઘુમતિ મોરચાના આરીફ વહોરાએ મદદ કરી 


ગોધરા: દેશમાં સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં ગેરરીતિ સામે આવી છે.ગુજરાતના ગોધરામાં  NEETની પરીક્ષામાં થયેલી છેતરપિંડી કરનાર ટોળકીનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ હાલ આ બનાવને લઈને આરોપી શિક્ષકની રૂ. 7 લાખ સાથે ધરપકડ કરી છે. આખી ગેંગનો માસ્ટર માઇન્ડ કોચિંગ સેન્ટર ચલાવનાર વ્યક્તિ છે. તેને ભાજપના લઘુમતી મોરચાના આરીફ વહોરાએ મદદ કરી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


ગોધરા જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીથી સમગ્ર કૌભાંડ પર પ્રકાશ પડ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મળેલી માહિતીના આધારે, જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે NEET પરીક્ષા કેન્દ્રમાં તપાસ દરમિયાન આરોપી શિક્ષકના વાહનમાંથી રૂ. 7લાખની રોકડ જપ્ત કરી હતી.


આ કેસનો મુખ્ય આરોપી વડોદરામાં કોચિંગ સેન્ટર ચલાવનાર પરશુરામ રોય છે. જેણે ગોધરામાં ભાજપ લઘુમતી મોરચાના આરીફ વહોરા દ્વારા આખી ગેંગને ઓપરેટ કરતો હતો. આરોપીર 26 ઉમેદવારોની વિગતો આરીફની મદદથી ગોધરાની જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટને મોકલી હતી. જેને લઈને 6 પરીક્ષાર્થીઓએ ગોધરાની જય જલારામ શાળાના એક કેન્દ્રમાં અને બાકીના 20 વિદ્યાર્થીઓએ જય જલારામ શાળાના બીજા કેન્દ્રમાં પરીક્ષા આપી હતી.

પરશુરામે આ તેમના વિદ્યાર્થીઓને જવાબ ન આવડતા હોય તેવા પ્રશ્ન છોડી દેવા કહ્યું હતું. પરીક્ષા પૂરી થયા બાદ તે પ્રશ્નોના જવાબ તુષાર ભટ્ટ ભરી દેશે તેવું નક્કી કરાયું હતું. દરેક વિદ્યાર્થી પાસેથી પાસ કરી દેવા માટે 10 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જો કે આ કામ પૂર્ણ થયા બાદ પરશુરામ રૉયને 26 કરોડ રૂપિયા મળવાના હતા.

Reporter: News Plus

Related Post