આજ રોજ તારીખ -13/6/24થી 2024-25 ના નવીન શૈક્ષિણક વર્ષનું પ્રથમ સત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત શાળાઓમાં થયું છે હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે 119 પ્રાથમિક શાળાઓના 41000 કરતાં પણ વધારે વિધ્યાર્થીઓ અને 4 માધ્યામિક શાળાઓના 280 થી વઘારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત બાલવાડીમાં 5,000 થી વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે.
આ તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી મિનેશભાઇ પંડ્યા,શાસનાધિકારીશ્રી શ્વેતાબેન પારગી તેમજ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ દ્વારા આવકારી નવું વર્ષ તેમના માટે પ્રગતિશીલ નીવડે તેવી શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ આધુનિક શાળા મકાનની સાથે સાથે લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબથી સજ્જ છે. સમિતિની શાળાઓમા બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પૂરી પાડવામાં આવશે અને બાલવાટિકા થી ધોરણ -૮ ના વિદ્યાર્થીઓને ગણવેશ,પાઠ્યપુસ્તકો, નોટબુક, બુટ, મોજા વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવશે.
વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય અને ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે સમિતિ તરફથી વર્ષ -૨૦૨૩-૨૪ માં ૪ માધ્યામિક શાળાઓ શરૂ કરવામા આવી હતી. ચાલુ વર્ષે તેમા વઘારો કરી બીજી ૬ નવીન માધ્યામિક શાળાઓ શરૂ કરવામા આવેલ છે.
આમ હાલ સમિતિ હસ્તકની ૧૦ માધ્યામિક શાળાઓ કાર્યરત થઈ છે ,જેમા ૮૦૦ થી પણ વઘુ વિધ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા છે. તેઓને પણ વિના મૂલ્યે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં આગામી શાળા પ્રવેશોત્સવ અંગે વિશેષ આયોજન થનાર છે. તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુણવત્તા શિક્ષણ અને સુવિધા મળી રહે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ગુજરાત સરકારની વિવિધ લાભદાયક યોજનાઓનો લાભ મેળવે તે માટે પણ શિક્ષણ સમિતિ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. આ બધા પ્રયત્નો થતી ચાલુ વર્ષે વધુને વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ મેળવે તેવી આશા છે.
Reporter: News Plus