વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કી સોનીનું ડુપ્લીકેટ whatsapp એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. અને તેના થકી કેટલાક લોકોને ફોન તેમજ મેસેજ કરી નાણાની માંગણી કરવામાં આવી રહી છે. મેયરે પોતાના સોશિયલ મીડિયા ઉપર મેસેજ મૂકી આવા વ્યવહાર ન કરવા માટે અપીલ કરી છે.
સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને નાણા પડાવતી ટોળકી સક્રિય થઈ છે સાયબર માફિયાઓ અનેક લોકોના એકાઉન્ટ હેક કરી તેઓના નામનો બીજું ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવી તેનો દુરુપયોગ કરે તેમના જ મિત્ર વર્તુળ પાસેથી રૂપિયા ખંખેરતા જોવા મળે છે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કી સોની નું ડુપ્લીકેટ whatsapp એકાઉન્ટ બનાવાયું છે.
અને તેના દ્વારા તેઓના મિત્ર વર્તુળ ને ફોન અથવા મેસેજ કરી માંગણી કરવામાં આવી રહી હોવાનું ધ્યાન પર આવ્યું હતું જે અંગે ખુદ મેયર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકી આવા વ્યવહાર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે તેઓએ લખ્યું છે કે મારા નામનો તેમજ મારા ફોટાનો દુરુપયોગ કરી નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે જેના ઉપરથી ફોન અથવા તો મેસેજ આવે તો તેને બ્લોક કરી દેવો અને કોઈ વ્યવહાર ન કરવા.
Reporter: admin