વડોદરા કોર્પોરેશનની હદમાં વિકાસના કામો હેઠળ હાથ ધરવામાં આવતા ગટર રસ્તા પાણી સહિતના કામોમાં વિલંબ થતો હોવાના કારણોસર વડોદરા કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
VMC ના કમિશ્નર દિલીપ રાણાએ હવાલાના સીટી એન્જીનિયર અલ્પેશ મજમુદાર પાસેથી પાણી પુરવઠાના HOD નો ચાર્જ લઇ ધાર્મિક દવેને જવાબદારી સોંપાઈનો આદેશ આપ્યો છે.આ ઉપરાંત પ્રશાંત જોશી ને રોડ પ્રોજેક્ટ માંથી ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરની જવાબદારી તો દર્શિન મહેતા ને પશ્ચિમ ઝોન ના કાર્યપાલક ઇજનેર ની જવાબદારી સોંપી છે.ભાર્ગવી પંડિત અને હેતલ રૂપાપરા ને રોડ પ્રોજેક્ટ ની જવાબદારી સોપાઈ છે.
Reporter: admin