અમદાવાદ: બેંક ખાતાનો ઉપયોગ કરવા દેવા વિનંતી કોઈ કરે તો તેનો ઉપયોગ ગુનાહિત કામ માટે થઈ શકે છે. ગાંધીધામ અને અમદાવાદમાં સક્રિય એવી ટોળકીએ અત્યાર સુધીમાં કુલ 23 બેન્ક એકાઉન્ટ ભાડે મેળવ્યાં હતાં.
આ 23 એકાઉન્ટમાં અત્યાર સુધી રૂ.12,24,27,107ની માતબર રકમ જમા થઇ છે. આરોપીઓએ અન્ય લોકોને છેતરી કુલ 12.24 કરોડ રૂપિયા આ 23 એકાઉન્ટસમાં જમા કરાવ્યા હોવાનું પણ સ્પષ્ટ થયું છે. હાલે પોલીસ મુળ આદિપુરની અને હાલ અમદાવાદમાં રહેતી અસ્મિતા મનોજભાઈ ઠક્કર અને આદિપુરમાં રહેતા રાજ દિપકભાઈ ધનવાણીને શોધી રહી છે.કચ્છ એસપીના જણાવ્યા અનુસાર ઝડપાયેલા આરોપી નરેન્દ્ર અને પ્રમોદકુમાર તેમજ પકડવાની બાકી એવી હસ્મિતા આ ત્રણેય આરોપીઓનું મુખ્ય કામ તેમના ઓળખીતાઓ પાસેથી બેન્ક ખાતાઓ ઉધાર લેવાનું છે.
નરેન્દ્ર અને પ્રમોદકુમાર ખાતાઓ એકત્રિત કરી હસ્મિતા ને આપતા જ્યારે હસ્મિતા એકાત્રિત થયેલા એકાઉન્ટ આદિપુરના રાજને આપતી એટલે કે આ સંપૂર્ણ કૌભાંડનો માસ્ટર માઈન્ડ રાજ છે. રાજ જ્યારે પકડાશે ત્યારે આખોભાંડ કોણ ચલાવે છે અને કઈ રીતે છેતરપિંડી કરે છે તે તમામ હકીકત બહાર આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
Reporter: admin