વડોદરા : જશને આઝાદી અંતર્ગત અમમ ફાઉન્ડેશન, સક્સેસ ફાઉન્ડર અને વાઘોડિયા રોડ સ્થિત ચિત્રકલા વેલી આર્ટ દ્વારા છેલ્લા 7 વર્ષ થી દર વર્ષે બિગ ડસ્ટબીન મેકીંગ સ્પર્ધાનું આયોજન થાય છે.
તેમજ આ વર્ષે પણ અક્ષર ચોક સ્થિત ખાનગી રિલાયન્સ મોલમાં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 3 દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. તેમાં 12 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ સુધી સાંજ ના 4 થી 6 ના સમયે ક્રમબદ્ધ પ્રથમ દિવસે તિરંગા યાત્રા, ડસ્ટબિનની પ્રદર્શની તેમજ ભાગ લેનાર દરેક બાળક માટે સમારંભ, વીર શહીદ જવાનોના નામ અને એમનો સ્મૃતિ સમારંભ, બીજા દિવસે ઓનલાઇન અને ઓફલાઈન જીવનશૈલી પર ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન થયેલું હતું.
ત્રીજા દિવસે એટલે કે 14 મી ઓગસ્ટ ના કેનવાસ પેઇન્ટિંગ ના વર્કશોપ નું આયોજન થયુ હતું. જેમાં જાણીતા શિલ્પકાર વિભા પટેલે લગભગ 80 જેટલા બાળકો ને કેનવાસ પેઇન્ટિંગ કઈ રીતે કરવું એનું પાયાનું જ્ઞાન આપ્યું હતું .
Reporter: admin