નવી દિલ્હી : રાજનાથસિંહના ઘરે રવિવારે મળેલી બેઠકમાં ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચે રવિવારે રાજનાથ સિંહના ઘરે મળેલી બેઠકમાં વચ્ચે તડાફડી થઈ હોવાના અહેવાલ છે.
બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમના મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ચૂપકીદીથી અકળાયેલા સંઘના નેતાઓએ અમિત શાહ પાસે જવાબ માગ્યો હતો પણ ગૃહમંત્રી શાહ સંતોષકારક જવાબ ના આપી શકતાં ઉગ્રતા વ્યાપી ગઈ હતી. ભાજપના આગ્રહથી બોલાવાયેલી બેઠકમાં ભાજપના નવા પ્રમુખની વરણીનો મુદ્દો પણ ચર્ચાયો હોવાનું કહેવાય છે. સંઘે નડ્ડાને દૂર કરીને તાત્કાલિક રીતે નવા કાર્યકારી પ્રમુખની વરણ કરવા માટે ભાજપને કહ્યું હોવાનું મનાય છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઝારખંડ એ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નડ્ડાના નેતૃત્વમાં ઉતરશે તો સંઘ મદદ નહી કરે એવો સ્પષ્ટ સંકેત પણ આ બેઠકમાં આપી દેવાયો છે. ભાજપના ટોચના નેતાઓની અત્યંત મહત્વની બેઠક ૧૭ ઓગસ્ટે મળવાની છે.
એ પહેલાં ભાજપના નેતા સંઘના શરણે પહોંચ્યા એ સૂચક છે. ભાજપ અને સંઘ બંનેએ આ બેઠકને રૂટિન ગણાવી છે પણ સૂત્રોનો દાવો છે કે, ભાજપ, સંઘ સાથે સમાધાન ઈચ્છે છે તેથી સામેથી મળવા ગયો હતો. ભાજપ વતી આ બેઠકમાં અમિત શાહ અને જે.પી. નડ્ડા હાજર હતા જ્યારે સંઘ વતી આ બેઠકમાં દત્તાત્રેય હોસબોલે અને અરૂણ કુમાર હાજર હતા. હોસબોલે અને અરૂણ કુમાર બંને સંઘમાં સહ સરકાર્યવાહ છે અને મોહન ભાગવત પછી નંબર ટુ ગણાય છે. નડ્ડા ભાજપના પ્રમુખ હોવાથી સામાન્ય રીતે આ બેઠક નડ્ડાના ઘરે યોજાય છે પણ સંઘ નડ્ડાથી અત્યંત નારાજ હોવાથી તેમણે નડ્ડાના ઘરે બેઠક માટે ઈન્કાર કરીને રાજનાથસિંહના ઘરે બેઠકનો આગ્રહ રાખ્યો હતો. ભાજપને સંઘની જરૂર હોવાથી ભાજપે આ માગણી સ્વીકારવી પડી હતી
Reporter: admin