News Portal...

Breaking News :

મહર્ષિ અરવિંદની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

2024-08-15 17:12:46
મહર્ષિ અરવિંદની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ


વડોદરા : આજે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર પર્વ છે. ઉપરાંત આઝાદી માટે મહત્વનું યોગદાન આપનાર અને વડોદરા સાથે જેઓનો નાતો છે તેવા મહર્ષિ અરવિંદ ઘોષનો પણ આજે જન્મદિવસ છે.  


અરવિંદ ઘોષનો જન્મ કલકત્તામાં 15 ઓગસ્ટ 1872 ના રોજ થયો હતો. 1879માં સાત વર્ષની ઉંમરે પોતાના બે મોટા ભાઈઓ સાથે અભ્યાસ અર્થે તેમને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેઓ ચૌદ વર્ષ રહ્યા હતા. શરૂઆતમાં માંચેસ્ટરના એક અંગ્રેજી કુટુંબમાં રહી તેઓ 1884માં લંડનમાં સેન્ટ પોલ શાળામાં અભ્યાસ માટે જોડાયા. ત્યાંથી 1890 માં સાહિત્યની ઉચ્ચ શિષ્યવૃત્તિ મેળવી તેઓ કેમ્બ્રિજની કોંગ્ઝ કોલેજમાં ગયા હતા. ત્યાં તેઓએ બે વર્ષ અભ્યાસ કર્યો હતો. વડોદરાના ગાયકવાડ ખૂબ બુદ્ધિશાળી હતા. અરવિંદ ઘોષ ઇંગ્લેન્ડમાં હતા ત્યારે ગાયકવાડ પણ ત્યાં હતા. સર હેનરી અરવિંદ ઘોષ કિલેદારના મકાનમાં રહેતા હતા. બીજું એક નિવાસસ્થાન રેસકોર્સ રોડ પરનો બંગલો હતું. 


સપ્ટેમ્બર 1903માં કેમ્બ્રિજની કિંગ્સ કોલેજના પત્રના જવાબમાં અરવિંદ ઘોષે પોતાનું સરનામું રેસકોર્સ રોડ, વડોદરા અથવા બરોડા ઓફિસર્સ ક્લબ, બરોડા જીમખાના એમ દર્શાવેલ છે. પરંતુ તેમના વડોદરા નિવાસ દરમિયાન મોટાભાગનો સમય તેમના મિત્ર ખાસીરાવ જાદવના બંગલામાં વીત્યો હતો. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલ મહર્ષિ અરવિંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, વિપક્ષના નેતા અમી રાવત, સ્થાનિક નગર સેવકો અને મહર્ષિ અરવિંદજીના ચાહકો પણ આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post