વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ અવધૂત ફાટક ફક્ત એક તરફ બંધ જોવા મળ્યો હતો ત્યાં રેલ્વે કર્મચારી ને પૂછતા જાણવા મળ્યું કે એક તરફનો ફાટક જ્યારે ટ્રેન આવે એના અમુક સમય પહેલાં બંધ કરાવવામાં આવે છે પણ બંધ કર્યા પછી જ્યારે ફાટક ખોલવાનું હોય છે ત્યારે એ ફાટક ખુલતો નથી.
કોઈ ટેકનીકલ કારણના લીધે ફાટક ફરીથી ખુલતો નથી તેની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. એક તરફ ફાટક બંધ હોવાના કારણે ફાટકે ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડ્યા હતા અને રેલ્વે તંત્ર દ્વારા કર્મચારીના હાથે ફાટક ખોલવામાં આવે છે આ કેટલું યોગ્ય ગણાય?
Reporter: admin