News Portal...

Breaking News :

વડોદરાના આજવારોડ ખાતે રહેતા તબીબે લગ્નની લાલચ આપી નર્સ સાથે દુષ્કર્મ આચર્યું, લગ્ન કરવાની ના પાડતા યુવતીએ પોલીસ કેસ કર્યો.

2024-07-05 12:59:54
વડોદરાના આજવારોડ ખાતે રહેતા તબીબે લગ્નની લાલચ આપી નર્સ સાથે દુષ્કર્મ આચર્યું, લગ્ન કરવાની ના પાડતા યુવતીએ પોલીસ કેસ કર્યો.


વડોદરામાં લગ્નની લાલચે નર્સ સાથે દુષ્કર્મ કરનાર તબીબની પોલીસે ધરપકડ કરી. આદિવાસી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આખરે તબીબે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ પોલીસ ફરિયાદ કરી.


પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી નર્સ સાથે આજવા રોડ ખાતે રહેતા ડો.ભાવેશ વસાવાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. 27 વર્ષની આદિવાસી યુવતી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી ડો.ભાવેશ વસાવાના સંપર્કમાં આવી હતી. બાદમાં મોબાઈલ નંબરની આપ લે થઈ હતી.


લગ્નની લાલચ આપી યુવતીનો વિશ્વાસ કેળવી ગત સપ્ટેમ્બરથી 1 જૂન દરમ્યાન મરજી વિરુદ્ધ ડોકટરએ શારીરિક સંબંધ રાખ્યા હતા.અને બાદમાં ડો.ભાવેશ વસાવા લગ્ન કરવા રાજી ન થતા પીડિત યુવતીએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જેના આધારે ગોત્રી પોલીસે ડો.ભાવેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. અંતે ગોત્રી પોલીસે ડો.ભાવેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Reporter: News Plus

Related Post