News Portal...

Breaking News :

વડાપ્રધાન સમક્ષ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મોટી માંગ

2024-07-05 12:56:03
વડાપ્રધાન સમક્ષ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મોટી માંગ


નવી દિલ્હી : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ માંગ કરી કે આંધ્ર પ્રદેશ માટે અલગ બજેટ ફાળવવામાં આવે.


એનડીએ સરકારમાં મોટો હિસ્સો ધરાવતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની મોટી માંગ અમરાવતીને રાજધાની તરીકે તૈયાર કરવાની હતી. તેના માટે ભંડોળની અછત છે. તેથી જો મોદી સરકાર તરફથી મદદ મળશે તો આ કામ ઝડપથી પૂર્ણ થશે. આ સિવાય તેમણે રાજ્યમાં રસ્તા, ડેમ, પુલ અને સિંચાઈ પ્રોજેક્ટના ઝડપી વિકાસ માટે અલગ પેકેજની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, 'જે રીતે સરકારે બુંદેલખંડ માટે એક અલગ પ્રોજેક્ટ તૈયાર કર્યો અને વિશેષ પેકેજ જારી કર્યું. તેવી જ રીતે આંધ્ર પ્રદેશનો પણ વિચાર કરવો જોઈએ.તેઓ જાણે છે કે,આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકે તેમ નથી. એવામાં તેમની માંગ વિશેષ પેકેજની સામે આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તેમણે આંધ્ર પર 13 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. 


આ મુદ્દો વડાપ્રધાન મોદી સામે ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે, અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર દરમિયાન આવી સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે રાજ્યમાં કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું ન હતું. મોદી સરકારે પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે પણ પેન્ડિંગ ફંડ બહાર પાડવું જોઈએ.'સૂત્રોના જણાવ્યાનુસાર, તેમણે આંધ્ર પર 13 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ મુદ્દો વડાપ્રધાન મોદી સામે ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે, 'અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર દરમિયાન આવી સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે રાજ્યમાં કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું ન હતું. મોદી સરકારે પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે પણ પેન્ડિંગ ફંડ બહાર પાડવું જોઈએ.

Reporter: News Plus

Related Post