લંડન: ગઈ કાલે જાહેર થયેલા એક્ઝિટ પોલના તારણોમાં બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. અપેક્ષા મુજબ આજે શરૂઆતના પરિણામોમાં વિપક્ષી લેબર પાર્ટી(Labour party) પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે.
પ્રારંભિક પરિણામોમાં, લેબર પાર્ટીએ 102 બેઠકો જીતી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર નવ બેઠકો જીતવામાં સફળ રહી છે.દરમિયાન, અહેવાલો મુજબ ઋષિ સુનકે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે કહ્યું કે મતદારોએ જાહેર કર્યું છે કે તેઓ પરિવર્તન માટે તૈયાર છે. સ્ટારમેરે પોતાની સીટ પરથી ચૂંટણી જીતી છે. પાર્ટીની જીત બાદ તેઓ દેશના આગામી વડાપ્રધાન બનશે.જો એક્ઝિટ પોલના તારણો ખરેખર પરિણામોમાં બદલાશે તો આ વખતે યુકેમાં લેબર પાર્ટીને જોરદાર જીત મળશે. આ સાથે કીર સ્ટારમર દેશના નવા વડાપ્રધાન બનશે.બ્રિટન ચૂંટણીના એક્ઝિટ પોલમાં લેબર પાર્ટી 650 સીટના હાઉસ ઓફ કોમન્સમાં 410 સીટો જીતી શકે છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી 131 સીટો જીતી શકે છે.
કન્ઝર્વેટિવ પાર્ટી માટે આ અત્યાર સુધીની સૌથી મોટી હાર હશે.કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા 14 વર્ષથી સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન, યુનાઇટેડ કિંગડમે 5 વડા પ્રધાનો જોયા છે. 2010ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સ જીત્યા બાદ ડેવિડ કેમરન પીએમ બન્યા હતા. તે પછી, 2015 યુકેની ચૂંટણીમાં, કન્ઝર્વેટિવ પાર્ટી સતત બીજી વખત જીતી અને કેમરન ફરીથી પીએમ બન્યા. પરંતુ તેમને 2016માં આ પદ છોડવું પડ્યું હતું. તેમના સ્થાને, કન્ઝર્વેટિવ્સે ટેરેસા મેને વડા પ્રધાન બન્યા. પછી વચ્ચે સ્થાને, કન તે 2019 સુધી આ પદ પર રહ્યા. 2019 માં, બોરિસ જોનસન યુકેના વડા પ્રધાન બન્યા. પછી વચ્ચે તેમને પદ છોડવું પડ્યું અને લિઝ ટ્રુસ વડા પ્રધાન બન્યા. પરંતુ તે માત્ર 50 દિવસ જ ઓફિસમાં રહી શક્ય, તેમની જગ્યાએ ઋષિ સુનક વડાપ્રધાન બન્યા હતા.
Reporter: News Plus