News Portal...

Breaking News :

મહાનગરપાલિકાના સફાઇ સેવક તરીકે ફરજ બજાવતા પિયુષ સોલંકી એ ગળે ફાંસો ખાધો

2024-07-05 16:26:42
મહાનગરપાલિકાના સફાઇ સેવક તરીકે ફરજ બજાવતા પિયુષ સોલંકી એ ગળે ફાંસો ખાધો


વડોદરા મહાનગરપાલિકામાં હંગામી ધોરણે ફરજ બજાવતા અને આજવા રોડ ખાતે રહેતા પિયુષ સોલંકી એ  પત્ની તેમજ સાસુ-સસરાના ત્રાસથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.


મહાનગરપાલિકામાં હગામી ધોરણે સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા આજવા રોડ શિવમ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય પિયુષ સોલંકીએ આજે ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવા અંગે બાપોદ પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


પરિજનોનો આક્ષેપ છે કે મૃતક પિયુષ સોલંકીના પત્ની તેમજ સસરા તેને ત્રાસ આપતા હતા અને વારંવાર પોલીસમાં અરજી અને ફરિયાદ પણ કરતા હતા જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો માની રહ્યા છે સાથે પરિજનોએ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે મૃતકના સસરા બાપોદ પોલીસ મથકમાં સફાઈ કામ કરતા હોવાથી પોલીસ ની મદદ લઈ તેને ત્રાસ આપવામાં આવતો હોવાના પણ આક્ષેપો કર્યા હતા જેથી કંટાળીને આ પગલું મળ્યું હોવાનું જણાવ્યું હતું.

Reporter: News Plus

Related Post