News Portal...

Breaking News :

શહેરના પૂર્વના આજવારોડ શ્રીજ્ઞાનસાગર રેસિડેન્સી નજીક જોખમી ભૂવો પડ્યો

2024-08-21 12:55:38
શહેરના પૂર્વના આજવારોડ શ્રીજ્ઞાનસાગર રેસિડેન્સી નજીક જોખમી ભૂવો પડ્યો


વડોદરા : પાલિકાની અણઆવડતને કારણે વડોદરા સિટી સ્માર્ટ સિટી તો ન બની શકી પરંતુ ચોમાસામાં ભૂવાનગરી, ખાડોદરા નગરી જરૂર બની ગઇ છે. 


પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી રોડ, રસ્તાઓ, ડ્રેનેજની કામગીરીમાં જાણે વેઠ ઉતારી હોય અથવા  ભ્રષ્ટાચાર કરાયો હોય તેવું જણાય છે. ચોમાસામાં શહેરમાં ઠેરઠેર જોખમી ભૂવાઓ પડી રહ્યાં છે, ખાડાઓ પડી રહ્યાં છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી કે કોઇ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની કામગીરી સામે તપાસ કે દંડ કરવામાં નથી આવતો. ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એવા આજવારોડ ખાતે આવેલા નહેરુ ચાચા સોસાયટી પાસેના શ્રીજ્ઞાનસાગર રેસિડેન્સી નજીક બે દિવસ અગાઉ રોડપર નાનો ભૂવો પડ્યો હતો જે અંગે સ્થાનિકો દ્વારા કાઉન્સિલરો અને વોર્ડ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્રે ધ્યાન નહી આપતાં આ ભૂવો ધીમે ધીમે મોટો થઇ જોખમી બન્યો છે 


નજીકમાં જ શાકમાર્કેટ ભરાતી હોય દરરોજના લોકોની હજારોની સંખ્યામાં અવરજવર રહે છે તેમ છતાં અહીં તંત્ર જાણે કોઇ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ જણાય છે ત્યારે શિવસેના વડોદરા શહેરના ઉપપ્રમુખ તેજશ બ્રહ્મભટ્ટ દ્વારા આ સમગ્ર મામલે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તથા જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે પાલિકા તંત્ર જવાબદાર રહેશે તેમ જણાવી વહેલી તકે આ ભૂવાને પૂરવાની કામગીરી કરવા માંગ કરી છે.

Reporter: admin

Related Post